Bharat Band Live Updates : કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનુ ભારત બંધ શરૂ, અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કર્યો

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (08:20 IST)
કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂતોએ સોમવારે એટલે આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. આ દરમિયાન ખેડૂતો જુદા જુદા હાઈવે પર ચક્કા જામ કરશે અને સાથે જ રેલવે લાઈનો પણ અવરોધશે. ખેડૂતો સવારે 6 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચક્કા જામ કરશે અને વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ,લેફ્ટ પાર્ટીઓ, આરજેડી, બીએસઈ અને એસપી સહિત દેશની લગભગ દરેક વિપક્ષી પાર્ટીએ સમર્થન આપવાનુ એલાન પહેલાથી જ કરી દીધુ છે. 

<

"In view of the Bharat bandh call by protesting farmers, we have blocked the Shambhu border (Punjab-Haryana border) till 4 pm," says a farmer

Visuals from Shambhu border pic.twitter.com/oXpvqZ9TvO

— ANI (@ANI) September 27, 2021 >

કૃષિ મંત્રીએ વાતચીત માટે કરી અપીલ 
 
ખેડૂતોએ 27 સપ્ટેમ્બરના ભારત બંધની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દરમિયાન, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી એકવાર કહ્યું કે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ આંદોલન છોડીને વાતચીતનો માર્ગ અપનાવે. તોમરે રવિવારે કહ્યું કે સરકાર ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધ પર વિચાર કરવા તૈયાર છે. આ વિશે પહેલા પણ ઘણી વખત વાત થઈ ચૂકી છે. આ પછી પણ, તેમને લાગે છે કે જો કોઈ મુદ્દો બાકી છે, તો સરકાર ચોક્કસપણે તેના વિશે વાત કરશે.
 
આ પાર્ટીઓ કરી રહી છે ભારત બંધનું સમર્થન 
 
કોંગ્રેસ અને આરજેડી ઉપરાંત આમ આદમી પાર્ટી, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષોએ પણ ભારત બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કર્યું, 'ભાજપ સરકારના કાળા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોને આંદોલન કરીને ગઈકાલે બોલાવેલા ભારત બંધને સમાજવાદી પાર્ટી સંપૂર્ણ સમર્થન આપે છે. સરકારે ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા ખેંચવા જોઈએ.

09:54 AM, 27th Sep
- લાલ કિલાના બન્ને કેરિજવેને બંધ કરી નાખ્યુ છે છત્તારેલ અને સુભાષ માર્ગ બન્ને સાઈડ બંધ છે. 
- ખેડૂતોના વિરોધના કારણ યૂપીથી ગાજીપુરની તરફ યાતાયાત બંદ કરી નાખ્યુ છે. 
- પુસ્તા માર્ગ, લોની રોડ, આનંદ વિહાર, અપ્સર બાર્ડર ટિકરી કાપસહેડા પર વાહનોનો દબાણ 
- વિકાસ માર્ગ ITO રેડલાઈટ પર વેટિંગ ટાઈમ વધ્યુ. બાહરી રિંગ રોડ પર સરાય કાલે ખાંથી રાજધાટના વચ્ચે વાહનોના દબાણ, મુખ્ય વઝીદારાબાદ રોડ પર જામ 
- ભારત બંધને જોતા ખેડૂતોએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો.
<

Delhi-Amritsar National Highway blocked at Shahabad in Haryana's Kurukshetra by protesting farmers, agitating against farm laws.

Farmer organisations have called a “Bharat Bandh” today against the three farm laws. pic.twitter.com/8IhoCCgFIC

— ANI (@ANI) September 27, 2021 >
- દિલ્હી ટ્રાફિક પોલીસે વિરોધને જોતા ગાઝીપુર બોર્ડર બંધ કર્યુ .

<

Traffic Alert

Traffic movement has been closed from UP towards Ghazipur due to protest.

— Delhi Traffic Police (@dtptraffic) September 27, 2021 >
 

સંબંધિત સમાચાર

Next Article