આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જાણો 10 જરૂરી વાત

Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (14:21 IST)
નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટએ કેન્દ્રની મહત્વાકાંક્ષી યોજના આધારે સંવૈધાનિક રૂપથી વેલિડ જણાવ્યુ છે. પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ સદસ્યીય સંવિધાન પીઠ બુધવારે તેમના ફેસલામાં કહ્યુ કે સર્વશ્રેષ્ઠ હોવાના મુકાબલામાં અનોખું થવું સારું છે. આધાર સમાજના વંચિત મુદ્દાને સશક્ત બનાવે છે અને 
તેને ઓળખ આપે છે. ન્યાયમૂર્તિ સીકરીએ ફેસલામાં કહ્યું કે ડુપ્લીકેટ આધાર કાર્ડ મેળવવાની કોઈ શકયતા નથી. જાણો ક્યાં જરૂરી થશે આધાર નંબર અને ક્યાં નથી. 
અહીં ફરજિયાર થશે આધાર નંબર 
*પેન કાર્ડ બનાવવા માટે જરૂરી થશે આધાર 
* આયકર રિટર્ન દાખલ કરવા માટે આધાર નંબર ફરજિયાત 
* લાભકારી સરકારી યોજનાઓ માટે અન સબસિડીનો લાભ મેળવવા માટે પણ આધાર જરૂરી થશે. 
 
હવે આ નહી માંગી શકે આધાર નંબર 
* બેંક ખાતું ખોલવવા માટે પણ આધાર નંબર જરૂરી રહેશે નહીં. ખાનગી બેંકો પણ આધાર માંગી શકશે નહીં. 
* મોબાઇલ સિમ માટે આધાર જરૂરી નથી. સિમ માટે ટેલિકોમ કંપનીઓ આધાર માંગી શકશે નહીં.
* શાળામાં પ્રવેશ માટે આધાર જરૂરી રહેશે નહીં. 
* CBSE, NEET, UGC પરીક્ષાઓ માટેના આધારની જરૂર રહેશે નહીં.
* 6-14 વર્ષની ઉંમરના બાળકો પાસે આધાર ન હોય તો તેને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આવશ્યક સેવાઓથી વંચિત કરી શકાતો નથી. 
 

સંબંધિત સમાચાર

Next Article