Loksabha elections 2024- મહારાષ્ટ્ર: રાજ ઠાકરે પણ એનડીએમાં જોડાશે?

Webdunia
બુધવાર, 20 માર્ચ 2024 (10:27 IST)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દિલ્હીમાં 19મી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
 
રાજ ઠાકરેની સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતા.
 
તેમની દિલ્હી મુલાકાતના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
 
16 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ ઠાકરેની દિલ્હી મુલાકાતને એક સંકેત માનવામાં આવી રહી છે. જોકે, રાજ ઠાકરેએ અત્યાર સુધી આ બેઠક અંગે કંઈ કહ્યું નથી.
 
બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા બાલા નંદગાંવકરે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, "તેમણે કહ્યું છે કે સકારાત્મક ચર્ચા થઈ છે અને આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવશે. કેટલી બેઠકોની માંગણી કરવામાં આવી છે તે અંગે હું કહી શકું તેમ નથી પરંતુ તમામ માંગણીઓ અંગે સકારાત્મક વાતચીત થઈ છે.”
 
રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 2009માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 13 ધારાસભ્યો હતા. હાલમાં, તેમનો માત્ર એક જ ધારાસભ્ય છે.

સંબંધિત સમાચાર

Next Article