ચૂંટણી પહેલા ECની મોટી કાર્યવાહી

સોમવાર, 18 માર્ચ 2024 (15:12 IST)
લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાતની સાથે હવે ચૂંટણી પંચેએ મોટુ નિર્ણય લીધુ છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 6 રાજ્યોના ડીજીપી અને ગૃહ સચિવોને હટાવવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
 
તેની સાથે જ પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવાના નિર્દેશ પણ આપ્યા છે. અગાઉ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના તમામ ડીએમ અને એસપીને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કડક સૂચનાઓ આપી હતી.
 
ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીની પ્રથમ સૂચના જારી કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંચે 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ જારી કર્યા છે. ચૂંટણી પંચ 20 માર્ચે પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડશે. 19 એપ્રિલે મતદાન થશે
 
મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સિંધુના નેતૃત્વમાં થઈ બેઠકમાં આ નિર્ણય લેવાયો. જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેઓ રાજ્યમાં બે વિભાગોનો હવાલો સંભાળી રહ્યા હતા. જે ચૂંટણી પ્રક્રિયા માટે સારી ન હતી.


Edited By-Monica sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર