પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતમાં થઈ રહેલ સામાન્ય ચૂંટણી પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે પાકિસ્તાન માં બધા ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી જાય કારણ કે ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા થશે. તેમણે એ પણ દાવો કર્યો કે ભારતને લઈને નફરત નથી પણ ત્યા તે પાકિસ્તાનને લઈને નફરત પેદા કરી રહ્યા છે.
ભારતમાં થઈ રહેલ લોકસભા ચૂંટણીને લઈને પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી હુસૈને એકવાર ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે. પાક નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે જેમા તેમણે વિપક્ષી દળો ને પાકિસ્તાનનુ સમર્થન બતાવ્યુ હતુ. પાક નેતાએ કહ્યુ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરેજીની સાથે હોવી જોઈએ. કારણ કે તેઓ કટ્ટરપંથીઓને હરાવી શકે.
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે આઈએએનએસને ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે ખૂબ જ ગંભીર મામલો છે અને તેની તપાસ થવી જોઈએ. પીએમ મોદીએ કહ્યુ કે મને સમજાતુ નથી કે કેટલાક પસંદગીના લોકોના ગ્રુપને જાહેર રૂપે જે આપણા વિરુદ્ધ દુશ્મની રાખે છે તેમને પાકિસ્તાનથી સમર્થમ કેમ મળે છે. ત્યાથી કેટલાક ખાસ લોકો માટે સમર્થનનો અવાજ કેમ આવે છે.
ફવાદ હુસૈને પીએમ મોદીના નિવેદન પર બોલતા કહ્યુ કે કાશ્મીર હોય કે બાકી ભારતના અંદરના મુસલમાન હોય.. આ સમય જે પ્રકારની કટ્ટરપંથ વિચારધારાનો સામનો કરી રહી છે એ માટે ખૂબ જરૂરી છે કે નરેન્દ્ર મોદી આ લોકસભા ચૂંટણી હારે અને પાકિસ્તાનમાં દરેક વ્યક્તિ પણ આ જ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી જાય. ભારત અને પાકિસ્તાનનામાં દરેક વ્યક્તિ પણ આ જ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારે. ભારત અને પાકિસ્તાનના સંબંધો ત્યારે જ સારા થશે જ્યારે આ કટ્ટરપંથ ઓછો થશે. પાકિસ્તાનની અંદર પણ અને ભારતની અંદર પણ.
PM નરેન્દ્ર મોદીનુ હારવુ જરૂરી - ફવાદ
તેમને આ પણ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ભારતને લઈને નફરત નથી પણ ભારતમાં બીજેપી અને આરએસએસ પાકિસ્તાનને લઈને નફરત ઉભી કરી રહ્યા છે. મુસલમાનોને લઈને નફરત ઉભી કરી રહ્યા છે. અમારુ આ ફર્જ છે કે અમે આ વિચારઘારાના સર્વેસર્વાને હરાવીએ. હુ સમજુ છુ કે ભારતનો વોટ બેવકૂફ નથી.
ફવાદના મુજબ ભારતીય વોટનો ફાયદો એમા છે કે પાકિસ્તાન સાથે સંબંધો સારા રહે અને ભારત એક વિકાસશીલ દેશના રસ્તા પર આગળ વધે. આ માટે નરેન્દ્ર મોદી અને તેમની વિચારધારાનુ ચૂંટણી હારવુ ખૂબ જરૂરી છે. જે કોઈપણ તેમને હરાવશે ભલે પછી એ રાહુલ હોય કે કેજરીવાલ હોય કે પછી મમતા બેનર્જી હોય. અમારી શુભકામનાઓ તેમની સાથે હોવી જોઈએ. જે કટ્ટરપંથીઓને હરાવી શકે.
પહેલા પણ કર્યા હતા રાહુલના વખાણ
આ પહેલા ફવાદે રાહુલ ગાંઘીની તુલના તેમના નાના અને ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ સાથે કરી હતી. ત્યારે તેમણે કહ્યુ હતુ કે રાહુલ જવાહરલાલની જેમ સમાજવાદી છે. ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યુ કે તેમા પણ એક સોશલિસ્ટ નેતાના ગુણ છે. વિભાજનના 75 વર્ષ પછી પણ ભારત અને પાકિસ્તાનની સમસ્યાઓ એક જેવી છે.