MP News: ઈન્દોરમાં પણ થઇ સુરતવાળી? ઈન્દોરના કોંગ્રેસ ઉમેદવારે નામાંકન પરત લીધુ

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2024 (18:42 IST)
લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલે કે તેઓ ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળી ગયા છે, જેના કારણે અહીં ભાજપની જીતનો રસ્તો સાફ માનવામાં આવે છે.
 
કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામ સોમવારે બીજેપી ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને પોતાનું નામ પાછું ખેંચ્યું. આવી સ્થિતિમાં ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી માટે કોઈ મોટો પડકાર નથી. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં અક્ષયે સીટ નંબર ચાર પરથી ટિકિટ માંગી હતી. પરંતુ, કોંગ્રેસે તેમને ત્યારે ટિકિટ આપી ન હતી. કોંગ્રેસે તેમને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા
 
કોંગ્રેસ ઉમેદવાર અક્ષય બમ સોમવારે સવારે કલેક્ટર કાર્યાલય પહોચ્યા. તેમની સાથે ભાજપા ધારાસભ્ય રમેશ મેન્દોલા અને એમઆઈસી મેંબર જીતૂ યાદવ હતા. અક્ષયનુ નામ પરત લેવા અને પછી મૈદોલાની સાથે કાર્યાલયની બહાર નીકળી ગયા. થોડીવાર પછી મંત્રી કૈલાશ વિજયવર્ગીયે ફેસબુક પર અક્ષયની સાથે ફોટો પોસ્ટ કરતા લખ્યુ કે અક્ષયનુ ભાજપામાં સ્વાગત છે. તે અક્ષયને લઈને સીધા ભાજપા કાર્યાલય પહોચ્યા. બીજી બાજુ બમના ઉમેદવારી પરત લેવાથી કોંગ્રેસ નારાજ છે. તેઓ તેમના ઘરની બહાર પ્રદર્શન કરવા પહોચી રહ્યા છે. 

ઈન્દોરમાં લોકસભા ચૂંટણીના 14 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. એટલે કે તે હવે ચૂંટણી નહીં લડે. સોમવારે તેઓ ભાજપના મહાસચિવ અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે કલેક્ટર કચેરી ગયા હતા અને પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. ઈન્દોરમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે.

સંબંધિત સમાચાર

Next Article