Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

સોમવાર, 29 એપ્રિલ 2024 (11:20 IST)
deepika
90ના દસકામાં આવેલ રામાનંદ સાગરની રામાયણ તો આપ સૌને યાદ હશે. જેને જોવા માટે ઘરમાં લાંબી લાઈન લાગતી હતી. આ શો માં અભિનેત્રી દીપિકા ચિખલિયાએ દેવી સીતાનુ પાત્ર ભજવ્યુ હતુ.  આ રોલે તેમને ઘર ઘરમાં જાણીતા કરી દીધા  હતા.  ત્યારબાદ તેમણે રાજ કિરણ સાથે ફિલ્મ સુન  મેરી લૈલા દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.  અભિનેત્રીએ માત્ર બોલીવુડ ફિલ્મો જ નહી પણ કન્નડ, મલયાલમ, તમિલ બંગાલી ભાષાની ફિલ્મોમાં પણ જોવા મળી. માતા સીતાના રૂપમાં જાણીતી અભિનેત્ર્રી દીપિકાને મોટાભાગના લોકો રામાયણ શો માં કામ કરવાને કારણે જ ઓળખે છે.  પરંતુ ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ આ શો પહેલા પણ અનેક ફિલ્મોમાં કામ કર્યુ જેના તેનુ લુક જોઈને તમે હેરાન થઈ જશો. આ લેખમાં આજે અમે તમને અભિનેત્રીની કેટલીક ફિલ્મોની લિસ્ટ વિશે બતાવી રહ્યા છીએ. 
deepika
બાળપણથી અભિનેત્રીએન એક્ટિંગનો શોખ 
 29 એપ્રિલ, 1965માં મુંબઈમાં જન્મેલી દીપિકાને બાળપણથી અભિનયનો શોખ હતો. શાળાના સમયે તે અનેક નાટ્ય કાર્યક્રમમાં ભાગ લેતી હતી. પોતાના એક ઈંટરવ્યુમાં દીપિકાએ બતાવ્યુ હતુ કે તે જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેમના પિતાની ટ્રાંસફર કલકતામાં થઈ.  બંગાળી ફિલ્મના જાણીતા અભિનેતા ઉત્તમ કુમારે જ્યારે તેમને પાર્ટી દરમિયાન જોયા ત્યારે તેણે દીપિકાને પોતાની ફિલ્મમાં બાળ કલાકાર તરીકે લેવાની વાત કરી. જોકે, તે સમયે દીપિકા ઘણી નાની હતી.
Dipika chikhlia
જેને કારણે તેમના માતા-પિતાએ તેમને ફિલ્મોમાં કામ કરવા દેવાની ના પાડી દીધી હતી. દીપિકાએ ફિલ્મ 'સુન મેરી લૈલા'માં મુખ્ય પાત્ર તરીકે કામ કર્યું હતું. આ પછી રાજશ્રી પ્રોડક્શને તેને એક શોમાં પેઇંગ ગેસ્ટ તરીકે કામ કરવાનું કહ્યું, જેના પર અભિનેત્રીએ હા પાડી.
 
રાજશ્રી પ્રોડક્શનની આ સિરિયલમાં કામ કર્યા બાદ અભિનેત્રી પાસે  ટીવી શોની લાઈન  લાગી ગઈ હતી. ત્યારબાદ  તેણે રામાનંદ સાગરની સિરિયલ વિક્રમ બેતાલમાં કામ કર્યું. દીપિકાએ 'ભગવાન દાદા', 'ચીખ', 'ખુદાઈ', 'રાત કે અંધેરે મેં' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1992માં અભિનેત્રીએ બંગાળી ફિલ્મ 'આશા ઓ ભાલોબાશા' અને તમિલ ફિલ્મ 'નાંગલ'માં કામ કર્યું હતું.
deepika chikhliya
આ ફિલ્મમાં ભજવ્યુ માતાનુ પાત્ર 
દીપિકા ચિખલિયાએ વર્ષ 2018માં આવેલી બોલીવુડ અભિનેતાની ફિલ્મ બાલા માં યામી ગૌતમની માતાનુ પાત્ર ભજવ્યુ હતુ.  આ ફિલ્મમાં અભિનેત્રીએ ખૂબ નાનકડો રોલ ભજવ્યો હતો. 
 
દીપિકા ચિખલિયાએ વર્ષ 1991માં બીજેપી ઉમેદવારના રૂપમાં ગુજરાતના વડોદરા સીટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. 
 
એક વાત છે કે રામાયણ સીરિયલમાં સીતાનો રોલ ભજવીને દીપિકા ચિખલિયાની જીંદગી એકદમ બદલાઈ  ગઈ હતી. આ સીરિયલ પછી લોકો તેમને ખૂબ સમ્માન આપવા માંડ્યા હતા. આ સીરિયલ પછી તેમને ફિલ્મોની ઘણી ઓફર મળી પણ તેમણે પોતાની અંદર સીતા ની ઈમેજને બચાવી રાખી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર