લોકસભાની ચૂંટણી 2019-ગુજરાતમાં રાહુલ ગાંધીની જાહેરસભા, ભાજપ અધ્યક્ષ પણ ગુજરાતમાં

Webdunia
સોમવાર, 15 એપ્રિલ 2019 (13:03 IST)
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં આજે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષો ગુજરાતમાં ચૂંટણીસભાઓ ગજવવાના છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગઈકાલથી ગુજરાતમાં છે. જેઓ આજે ગીર સોમનાથના કોડિનાર અને ડીસાના રીસાલા ચોકમાં સભા સંબોધિત કરશે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રથી કરવા જઈ રહ્યા છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાહુલ ગાંધી અમરેલી લોકસભા બેઠકના પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ રાજુલામાં સભા સંબોધિત કરવાના છે. રાહુલ ગાંધીના નિર્ધારીત કાર્યક્રમ મુજબ વિશેષ પ્લેન મારફતે દીવ પહોચશે અને ત્યાંથી રાજુલા જેસર હાઈવે પર ચૂંટણી સભાને સંબોધન કરશે..અમરેલી,જૂનાગઢ અને ભાવનગર સહિતની સૌરાષ્ટ્રની બેઠકોને આવરી લઈ કોંગ્રેસે રાજુલાના આસરાણા ચોકડી ખાતે જાહેરસભા આયોજિત કરશે. અહી ચૂંટણી સભા સંબોધી રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના મંડાણ કરશે. રાહુલ ગાંધીની સાથે અમરેલી અને ભાવનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને મનહર પટેલ સહિત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહશે.
 
 

સંબંધિત સમાચાર

Next Article