લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ બંન્ને પક્ષમાં ઉમેદવારોને લઇને સતત મીટીંગો થઇ રહી છે. ત્યારે કોંગ્રેસના દ્વારા બુધવારે ઓલ ઇન્ડિયાની કોંગ્રેસની સ્કિનિંગ સમીટીની બેઠક મળી હતી. જેને લઇને ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણી અને અમિત ચાવડા દિલ્હી ખાતે ગયા હતા. દિલ્હીમાં પરેશ ધાનણીએ ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકોના ઉમેદવારોને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં જામનગરની સીટ પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે કચ્છમાંથી કોંગ્રેસ અપક્ષ સાથે ગઠબંધન કરીને જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડે તેવી શક્યાતાઓ છે.દિલ્હીમાં મળેલી બેઠકમાં ગુજરાતની તમામ 26 સીટોના ઉમેદાવરો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હાલના સીટીંગ ધારાસભ્યોને ટીકીટ આપવી કે નહિ તેના પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉમેદવારને લઇને કોઇ વિવાદ વ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.વર્ષ 2014ની લોકસભાની ચુંટણીમાં 26/0 થી હારેલી કાંગ્રેસ ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની સામાન્ય ચુંટણીઓમા આ ઇતિહાસનું પુનરાવર્તન કરવા નથી માગતી માટે જ કોંગ્રેસે જીતી શકે તેવા ઉમેદવોરને ચુંટણી મેદાને ઉતારવાનો નિર્યણ કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ બે દિવસ પ્રદેશ ઇલેક્શન સમિતિના સભ્યોને વન ટુ વન સાંભળી ગુજરાતની સ્થિતિને તાગ મેળવી ઉમેદવારોની પેનલ તૈયાર કરી દિલ્હી ભણી પ્રયાણ કર્યુ છે