લોકસભા ચૂંટણી 2019 - બીબીસીએ શરૂ કરી રિયાલિટે ચેક સીરિઝ

સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (17:39 IST)
ભારતમાં 2019ના લોકસભા ચૂંટણીની આહટ સ્પષ્ટ થતી જઈ રહી છે.  ચૂંટણીની તારીખોની અત્યાર સુધી જાહેરાત થઈ નથી. પણ રાજનીતિક દાવા-પ્રતિદાવાની પ્રક્રિયા દિવસોદિવસ વધતી જઈ રહી છે. બીબીસી ન્યૂઝએ આવા જ કેટલાક દાવાની પડતાલ કરી છે અને તેને અમારા પાઠકો માટે રિયાલિટી ચેક સીરિઝના રૂપમાં રજુ કરી છે.  
 
સોમવાર 25 ફેબ્રુઆરીથી અમે અઠવાડિયામાં પાંચ દિવસ સુધી છ ભારતીય ભાષાઓમાં વિશેષ રિપોર્ટ પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ.  આ રિપોર્ટ અમારી અંગ્રેજી વેબસાઈટ પર પણ વાંચી શકાશે. આ પડતાલમાં અમે આંડકાની મદદથી રાજકારણીય પાર્ટીઓના દાવાની હકીકત અમારા પાઠકો સામે મુકવા જઈ રહ્યા છીએ. 
 
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બીબીસી વર્લ્ડ સર્વિસના નિદેશક જેમી એંગાસે પોતાના બહરતીય પાઠકો સાથે ખાસ ચૂંટણી કવરેજના રૂપમાં રિયાલિટી ચેક સીરિઝનુ વચન આપ્યુ હતુ. 
 
રિયાલિટી ચેક પ્રોજેક્ટ 
 
બીબીસી રિયાલિટી ચેક સાર્વજનિક જીવનમાં સક્રિય લોકો, સંસ્થાઓના દાવાની પડતાલ કરે છે. 
રિયાલિટી ચેક પ્રોજેક્ટમાં એ જોવાય છે કે તેઓ હકીકતની કસૌટી પર કેટલા ખરા ઉતરે છે અને શુ તેઓ જૂઠાણાની બુનિયાદ પર ઉભા છે કે પછી ભરમાવનારા છે.  
 
જેમી એંગસે એ સમયે કહ્યુ હતુ, "આ સ્ટોરીઓ એવા વિષયો પર છે જેના પર રાજનીતિક પાર્ટીઓ પણ એકમત નથી કે લોકો આવા વિષયો પર આપણી સ્વતંત્ર વિચારોને મહત્વ આપે છે. 
 
જેમી એંગસે કહ્યુ કે આપણે એવા સમાચાર કરવા માટે તૈયાર રહેવુ જોઈએ અને આ માટે સાધનો પણ પુરા પાડવા જોઈએ જેથી આપણે ફેક ન્યૂઝનો નિવાડો લાવી શકીએ. 
 
ગયા વર્ષે નવેમ્બરમાં બીબીસીના બિયોડ ફેંક ન્યૂઝની સીઝન પછી રિયાલિટી ચેક સર્વિસની શરૂઆત થવા જઈ રહી છે. 
 
બિયોંડ ફેંક ન્યૂઝ સીઝનમાં અમે ફરજી સમાચાર અને ડિઝિટલ લિટ્રેસીને લઈને દેશભરમાં શાળા-કોલેજમાં બાળકો વચ્ચે જઈને કાર્યશાળાઓ આયોજીત કરી હતી. 
 
બીબીસીમાં ભારતીય ભાષાઓની મુખ્ય પ્રમુખ રૂપા ઝા કહે છે , "અમે એ આશા કરીએ છે કે ભારતમાં જે મુદ્દાને લઈને ચર્ચા ચાલી રહી છે, રિયાલિટી ચેકથી અમે તેને સમજી શકીશુ અને ચૂંટણી સમયે અમે સૂચનાના સૌથી વિશ્વાસપાત્ર સ્ત્રોત બનીશુ."
 
બીબીસી રિયાલિટી ચેક સીરિઝની રિપોર્ટ ભારતીયોની આજીવિકા અને જીવનને પ્રભાવિત કરનારા મુદ્દાની પડતાલ કરવાની રહેશે. 
 
મોંઘવારીથી લઈને સુરક્ષા, સ્વચ્છતા અભિયાનથી લઈને ટ્રાંસપોર્ટ સુવિદ્યાઓના  બુનિયાદી માળખાને લઈને કરવામાં આવેલ રાજનીતિક દળોના દાવાની પડતાલમાં બીબીસી રિયાલિટી ચેક શ્રેણીમાં આંકડાની મદદથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

સાભાર - BBC NEWS
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર