હવે બેરોજગાર નથી રહ્યો, હાર્દિકે Twitter પરથી હટાવવો પડ્યો આ શબ્દ

Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2019 (13:59 IST)
બન્ને પાર્ટીઓએ ચૂંટણી અભિયાન માટે જે સૂત્રો બહાર પાડ્યા છે, તેના પછી દરેક નેતાઓ પોતાના નામ આગળ બેરોજગારી અને મેં ભી ચોકીદાર લખાવ્યું હતું. કોંગ્રેસના હાર્દિક પટેલે પણ સોશિયલ સાઇટ ટ્વિટર પર નામની આગળ બેરોજગાર શબ્દ લખાવ્યો હતો. હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બેરોજગાર શબ્દ હટાવી લીધો છે. હાર્દિક જ્યારે નામની આગળ બેરોજગાર શબ્દ લખાવ્યો ત્યારે તેમની ખૂબ ટીકા થઇ હતી, અને હાલ પણ થતી આવતી હતી. હાલ એવું જાણવા મળે છે કે, સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થયા બાદ હાર્દિકે કંટાળીને ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવી લીધો હતો.
સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. તેમાં હાર્દિક હેલીકોપ્ટરમાં ફરી રહ્યો છે, અને નીચે લખ્યું છે કે, દેશનો પહેલો એવો બેરોજગાર જે હેલિકોપ્ટરમાં ફરી રહ્યો છે. આ પોસ્ટ વાયુવેગે વાયરલ થયા બાદ હાર્દિક પર ખુબ ફીટકાર વરસી હતી. જેથી કંટાળીને હાર્દિકે સોશિયલ મીડિયામાં બેરોજગાર શબ્દ હટાવી લીધો હતો. 
આજે સવારે પણ હાર્દિકને હેલિકોપ્ટરને લઇને વિવાદ થયો હતો. પાસનો કન્વીનર અને અનામત આંદોલનનો નેતા હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ પાર્ટીને તેના પાસેથી તમને જણાવી ઘણી આશાઓ છે. જેના માટે કોંગ્રેસે હાર્દિકને અલગથી એક ચોપાર આપ્યું છે. જેને લઇને હાર્દિક ગુજરાત સહિત બહાર પણ ચૂંટણી પ્રચાર કરવા જાય ત્યારે ચોપારમાં ઉડી રહ્યો છે.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં હાર્દિક પટેલ એક સભા કરવાનો છે. ત્યારે સ્વાભાવિક છે કે હાર્દિક ચોપારમાં બેસીને ત્યાં પહોંચશે, તેના માટે લુણાવાડા હેલિપેડ બનાવવામાં નિર્ણય કર્યો હતો. પરંતુ લુણાવાડામાં જે જગ્યાએ હેલિપેડ બનાવવાનું છે તેના જમીન માલિક દ્વારા હેલિપેડ અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી. હાર્દિક અને કોંગ્રેસે તંત્ર પાસેથી તો મંજૂરી લઇ લીધી છે, પરંતુ તેના જમીન માલિકે હાર્દિક અને ચોપાર ઉતારવામાં વિરોધ કર્યો છે.

સંબંધિત સમાચાર

Next Article