ગુજરાતમાં કોંગ્રેસ માટે સારા સમાચારો, ભાજપ ગુમાવશે આ લોકસભાની 5થી 7 બેઠકો

ગુરુવાર, 23 મે 2019 (07:48 IST)
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે . હજુય ચૂંટણી માહોલ જામતો નથી . ભાજપે ગત વખતની જેમ આ વખતે ય ૨૬ બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે પણ આ વખતે ભાજપ માટે કપરાં ચઢાણ છે. સ્ટેટ આઇબી અને સટ્ટાબજારનુ ગણિત છે કે, ગુજરાતમાં ભાજપને ૧૮-૨૦ બેઠકો મળી શકે છે જયારે કોંગ્રેસને ૫ બેઠકો થી માંડી ૮ બેઠકો મળે તેવો અંદાજ છે.૨૦૧૯ લોકસભાની ચૂંટણી ૨૩મી એપ્રિલે યોજાનાર છે. ચૂંટણી માહોલ ભલે જામ્યો ન હોય પણ ગુજરાતમાં ભાજપ આ વખથે ૨૬ બેઠકો જીતશે ખરી , કોંગ્રેસ ભાજપ પાસેથી કેટલી બેઠકો છિનવશે તે અંગે લોકો અત્યારથી રાજકીય વિશ્લેષણ કરવા માંડયા છે. ચૂંટણીને આડે હવે એક સપ્તાહ બાકી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં તો લાખો રુપિયાનો સટ્ટો ખેલાઇ રહ્યો છે. સટ્ટાબજારમાં કોંગ્રેસને ૬ સીટો મળે તેવો સટોડિયાઓ અંદાજ લગાવી રહયાં છે. આ તરફ, સ્ટેટ આઇબીનો ય રિપોર્ટ એવો છેકે, કોંગ્રેસ ભાજપ પાસેથી પાંચથી આઠ બેઠકો છિનવી શકે છે. આ વખતે પ્રજામાં અંડરકરંટ છે. મતદારોને ઉમેદવારો કે રાજકીય પક્ષો કળી શકે તેમ નથી પણ પરિસ્થિતી એવી છેકે, કોથળામાંથી બિલાડુ નીકળે તો નવાઇ નહીં . કેટલીય બેઠકો પર પરિણામો કઇંક અણધાર્યા આવી શકે છે. કોંગ્રેસ આઠથી માંડીને બાર બેઠકો મળે તેવો દાવો કરે છે. જયારે ભાજપના સૂત્રો માત્ર કોગ્રેસને ફાળે બે જ બેઠકો જશે તેવુ માની રહ્યાં છે.પાટણ , સુરેન્દ્રનગર , પંચમહાલ , આણંદ , દાહોદ , અમરેલી , છોટાઉદેપુરમાં કોંગ્રેસને જીત મળે તેવો માહોલ છે. આ બેઠકો પર ભાજપે એડીચોટીનુ જોર લગાવવુ પડશે નહીંતર હાર ભોગવવી પડે તેમ છે. આ ઉપરાંત બનાસકાંઠા , સાબરકાંઠા , બારડોલી ,મહેસાણા , જૂનાગઢમાં કાંટે કી ટક્કર છે. અંહી કઇં પણ થઇ શકે છે. ભાજપને કેટલીય બેઠકો પર આંતરિક જૂથવાદ નડી શકે છે સાથે સાથે પ્રજાનો રોષ ભાજપના ઉમેદવારને ઘેરભેગા કરે તેવુ ચિત્ર છે. 2૦૧૪ની લોકસભાની ચૂંટણીની જેમ ૨૦૧૯માં પુનરાવર્તન થાય તેમ નથી એટલે જ ભાજપ ૨૬ બેઠકો જીતશે તેવો દાવો ખોટો પડી શકે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર