પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી પહેલા શરૂ થયેલ બબાલ અને પછી રોડ શો દરમિયાન થયેલ હિંસા પછી રાજકારણ તેજ થઈ ગયુ છે. ભાજપા આ માટે મમતા સરકાર પર આરોપ લગાવી રહી છે તો બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ ભાજપા પર ગુંડાગર્દીનો આરોપ લગાવ્યો છે. ભાજપાએ ચૂંટણી પંચને હિંસાની ફરિયાદ કરતા તત્કાલ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે ભાજપા અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોંફ્રસ બોલાવી.. બીજી બાજુ ચૂંટણી પંચે પણ સવારે 11.30 વાગ્યે બેઠક બોલાવી છે. વીડિયો કૉન્ફ્રેસિંગના માધ્યમથી પશ્ચિમ બંગાળના બધા ચૂંટણી ઉમેદવારોની બેઠક થશે.
આવો જાણીએ અમિત શાહ શુ બોલ્યા
અમિત શાહે કહ્યુ કે બંગાળમાં જે ઘટનાઓ થઈ છે તેની જ હકીકત બતાવવા અ અવ્યો છુ. દેશમાં ક્યા પણ હિંસા નથી થઈ રહી પણ ફક્ત બંગાળમાં થઈ રહી છે. શાહે કહ્યુ કે BJP તો આખા દેશમાં ચૂંટણી લડી રહી છે પણ હિંસા ફક્ત બંગાળમાં જ થઈ રહી છે.