લોકસભા ચૂંટણી 2019 નુ એક્ઝિટ પોલ રજુ થઈ ચુક્યુ છે અને મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ એકવાર ફરીથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર બનતી દેખાય રહી છે. એક્ઝિટ પોલ ઈશારો કરી રહી છે કે નરેન્દ્ર મોદી એકવાર ફરી સત્તામાં આવવા નક્કી છે. જો કે કોંગ્રેસે પણ પહેલાથી સારુ પ્રદર્શન કરતા આ વખતે પોતાની સીટો વધતી દેખાય રહી છે. લગભગ બધી ટીવી ચેનલો અને એજંસીઓના એક્ઝિટ પોલમાં બીજેપીને બહુમત દેખાય રહ્યુ છે. પાંચ એક્ઝિટ પોલના સર્વેમાં જ્યા બીજેપી અને તેના સહયોગીઓને 300થી વધુ સીટો મળતી દેખાય રહી છે તો બીજી બાજુ ત્રણ સર્વેમાં બીજેપીની 250 પ્લસ સીટોનુ અનુમાન બતાવાય રહ્યુ છે. યૂપીમાં બીજેપીને મોટુ નુકશાન થતુ દેખાય રહ્યુ છે. જો કે યૂપીના નુકશાનને બીજેપી ઓડિશામાં વસૂલ કરી લે એવુ લાગી રહ્યુ છે. મોટાભાગના એક્ઝિટ પોલ ઓડિશામાં બીજેપીને 10 પ્લસ સીટોનો ફાયદો બતાવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે લોકસભા ચૂંટણીના અંતિમ ચરણનું મતદાન આવ્યા પછી એક્ઝિટ પોલ સંકેત આપી રહ્યુ છે કે વિપક્ષની તમામ કોશિશ છતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ મોટુ ગઠબંધન બનીને ઉભરાશે. મુખ્ય વાત એ છે કે ભાજપા એ પ્રદેશોમાં પણ સારુ પ્રદર્શન કરી રહી છે જ્યા થોડા મહિના પહેલા જ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. ચૂંટણી વિશ્લેષકો મુજબ એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામમાં બદલાશે તો કોંગ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે. એક્ઝિટ પોલના મુજબ લોકસભા ચૂંટણીમાં ભાજપાની આગેવાનીવાળા એનડીએ પોતાનુ પ્રદર્શન કાયમ રાખવા ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સ્થિતિને વધુ મજબૂત કરી છે. આ રાજ્યોમાં મળતી સીટોના આધાર પર ભાજપા ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનથી થનારા નુકશાનની ભરપાઈ કરી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં રેલી અને જનસભાઓમાં લાગેલી ભીડને વોટમાં બદલવામાં નિષ્ફળ થતી લાગી રહી છે.