વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ દેશના સૌથી મોટા ખાનગી નિવાસસ્થાનોમાંથી એક . વડોદરા (નંબર-20) બેઠક પર ભાજપનાં રંજનબહેન ભટ્ટ અને કૉંગ્રેસના પ્રશાંત પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપે આ બેઠક પર રંજનબહેનને રિપીટ કર્યાં છે. કૉંગ્રેસ દ્વારા બહાર પાડવામાં ...
અમદાવાદની ત્રણ દરવાજા ખરીદી માટે વિખ્યાત. અમદાવાદ પશ્ચિમ (નંબર- 8) બેઠક પર ભાજપના ડૉ. કિરીટ સોલંકી અને રાજુભાઈ પરમાર વચ્ચે મુખ્ય સ્પર્ધા છે.ભાજપે ડૉ. સોલંકીને રિપીટ કર્યા છે, ગત વખતે કૉંગ્રેસે ઈશ્વર મકવાણાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. આ બેઠક ...
અમદાવાદની પોળનો અભ્યાસ સંશોધકો માટે રસનો વિષય રહ્યો છે. અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ભાજપના એચ. એસ. પટેલ તથા કૉંગ્રેસનાં ગીતાબહેન પટેલની વચ્ચે મુખ્ય ટક્કર છે. ગત વખતે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ બેઠકના સાંસદ હતા. ગીતાબહેન ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર ...
અમૂલનું મુખ્ય મથક આણંદમાં (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે. સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.
ગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મુખ્ય મુકાબલો રહેશે. ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.