NEET UG 2021: આવી ગઈ નીટ પરીક્ષાની તારીખ, સપ્ટેમ્બરમાં આ દિવસથી થશે પરીક્ષા, અરજીની પ્રક્રિયા આવતીકાલથી

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (19:39 IST)
NEET 2021: NEET પરીક્ષાની તારીખો છેવટે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે.. શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે NEET (UG) 2021ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પહેલા આ પરીક્ષા 1 ઓગસ્ટે યોજાવાની હતી. તેમણે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનુ પુરૂ ધ્યાન રાખવામાં આવશે. મંગળવારથી આ માટેની અરજીની પ્રક્રિયા NTAની વેબસાઇટ પર શરૂ થશે.
 
કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં જ ફેસ માસ્ક આપવામાં આવશે. આ સિવાય પ્રવેશ અને બહાર નીકળવાનો ટાઈમ સ્લોટ નક્કી કરવામાં આવશે.  કૉન્ટેક્ટલેસ રજિસ્ટ્રેશન, સૈનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટેસિંગ સાથે બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.  તેમણે આગળ જણાવ્યુ કે સોશિયલ ડિસ્ટેંસિંગના માનકોને પૂરા કરવા જે શહેરોમાં પરીક્ષા થવાની છે તેની સંખ્યા 155થી વધારીને 198 કરી દેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પણ 2020ની તુલનામાં વધારીને 3862 કરી દેવામાં આવ્યા છે. 
 
કોરોનાને કારણે વ્યવસ્થા લડખડાઈ 
 
કોરોના વાયરસને કારણે દેશમાં શિક્ષા વ્યવસ્થા ખૂબ વધુ બગડી ગઈ છે. મહામારીને કારણે બોર્ડની પરીક્ષાઓ રદ કરવી પડી છે. આ સાથે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેવા માટે એંટ્રેસ એક્ઝામ પણ સ્થગિત કરવી પડી. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ  NTA NEET 2021 રજીસ્ટ્રેશનની તારીખની રાહ જોઈ રહ્યા હતા. 
 
ક્યારથી કરી શકશો એપ્લાય 
 
NEET UG 2021 Application: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ મંગળવારથી શરૂ થશે. નેશનલ ટેસ્ટિંગ એજંસી (NTA) ની વેબસાઈટ nta.ac.in કે પછી ntaneet.nic.in પર અરજી ફોર્મની લિંક રજુ કરવામાં આવી છે. વિદ્યાર્થી બંનેમાંથી કોઈપણ વેબસાઈટ પર જઈને આ ફોર્મને ભરી શકે છે. 
 
પહેલા ઓગસ્ટમાં યોજાવાની હતી પરીક્ષા 
 
દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસના બીજા મોજાને કારણે તેને મુલતવી રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ ઓગસ્ટ આપવામાં આવી હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી

સંબંધિત સમાચાર

Next Article