આજકાલ એજ્યુકેશન જેટલુ સ્પર્ધાત્મક બન્યુ છે તેટલુ જ મોંઘુ પણ બની ગયુ છે. વાલીઓને સ્કુલ ફી સાથે કોચિંગ ક્લાસિસની પણ ફી ભરવી પડે છે. પરંતુ દરેક વાલીઓ આટલા સક્ષમ નથી હોતા. જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે એ તો વગર ટ્યુશને પણ સફળ થઈ જાય છે. પરંતુ જેમને કોચિંગ જવુ છે પરંતુ પૈસાના અભાવે જઈ શકતા નથી તો ગુજરાત સરકારની આ યોજના વિશે જરૂર વિચારો.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે ? બિન અનામત પ્રમાણપત્ર ધરાવતા હોય અને ધોરણ- 10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે.
બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી બાળકોને વિજ્ઞાનપ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક મદદરૂપ થવાના હેતુથી ટ્યુશન સહાય યોજના (Coaching Sahay Yojana) અમલમાં મૂકવામાં આવેલ છે.
કોચિંગ ક્લાસ સહાય યોજનાનો શુ લાભ મળે - Bin Anamat Aayog Gandhinagar દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય હેઠળ એમના એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15000 (પંદર હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. આ માટે તમારે કેટલાક ડોક્યુમેંટ તૈયાર કરવા પડશે
કોચિંગ સહાય માટે ડોક્યુમેન્ટ
ગુજરાત સરકાર દ્વારા Documents Required for Bin Anamat Coaching Sahay માટે નક્કી કરેલા છે. જે નીચે મુજબ આપેલા છે.