GSEB SSC Result 2022 - કોમર્સ લેનારા સ્ટુડેંટ્સ આ પ્રોફેશનલ કોર્સની કરે તૈયારી, કરિયરમાં મળશે સફળતા

Webdunia
ગુરુવાર, 2 જૂન 2022 (06:58 IST)
Career Guidance After 10th: કોરોના મહામારીની શિક્ષણને સૌથી વધુ અસર થઈ છે. ગત વર્ષથી શાળા-કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરવો પડે છે. CBSE બોર્ડ અને સ્ટેટ બોર્ડના 10મા અને 12માના પરિણામ આવવા માંડ્યા છે. આવી સ્થિતિમાં 10માના વિદ્યાર્થીઓની સૌથી મોટી ચિંતા વિષય પસંદગી કરવાની હોય છે. છેલ્લે તમે સાયન્સ, કોમર્સ અને આર્ટસમાંથી કોઈપણ વિષય પસંદ કરી શકો છો. બીજી બાજુ 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ કોલેજમાં એડમિશન લેવાની પરેશાની કાયમ છે. એવા વિદ્યાર્થીઓ જે દસમાનુ પરિણામ આવ્યા પછી કોમર્સ લેવા માંગે છે કે પછી જેમણે 12 કોમર્સ પાસ કરી લીધુ છે તેમને માટે અમે આજે કેટલાક પ્રોફેશનલ કોર્સ બતાવી રહ્યા છે. જેની તૈયારી કરી તમે સારા પેકેજની જોબ મેળવી શકો છો. 
 
CA કોર્સ
 
કોમર્સના વિદ્યાર્થીઓ મોટાભાગે CA બનવા માંગે છે. આ એક ડિગ્રી કોર્સ છે. જેમાં વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ, બિઝનેસ અને ટેક્સ શીખવવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ ધોરણ 10ના વિદ્યાર્થીઓને CA ફાઉન્ડેશન કોર્સ માટે કામચલાઉ નોંધણી કરવાની મંજૂરી આપી છે.
 
બિઝનેસ મેનેજમેંટ કોર્સ 
 
આ કોર્સની ડિમાંડ ખૂબ જ વધી ગઈ છે.  જે વિદ્યાર્થીઓ બિઝનેસ કરવા માગે છે તેઓ બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરી શકે છે. આમાં MBA, MIM અને ઘણા માસ્ટર ડિગ્રી કોર્સ પણ ભવિષ્યમાં કરી શકાય છે. બિઝનેસ મેનેજમેન્ટનો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ પણ છે. જે સિનિયર સેકન્ડરી લેવલ પાસ કરીને કરી શકાય છે.
 
હ્યુમન રિસોર્સ મેનેજમેંટ કોર્સ 
 
દરેક કંપનીમાં HR વિભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ 12મું પાસ કર્યા પછી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો ડિપ્લોમા કોર્સ કરી શકે છે.
 
બૈકિંગ 
 
જાહેર અને ખાનગી બંને સેક્ટરની બેંકોમાં ઘણો સ્કોપ છે. જ્યાં તમે ક્લાર્કથી માંડીને મેનેજર પોસ્ટ સુધી જઈ શકો છો. વિદ્યાર્થીઓ 10માં પછીથી બેંકિંગ પરીક્ષાની તૈયારી કરી શકશે. જોકે આ માટે ગ્રેજ્યુએશન પાસ કરવું જરૂરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સ્નાતક થયા પછી તૈયારી શરૂ કરે છે. પરંતુ હવે સ્પર્ધા ખૂબ જ અઘરી બની ગઈ છે. પરીક્ષાની પેટર્ન બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં, અગાઉથી તૈયારી કરવી વધુ સારું છે.

સંબંધિત સમાચાર

Next Article