Janmashtami 2024: ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને ભારતના અન્ય સ્થાન પ્રમાણે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. પંચાગ મુજબ આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024 સોમવારે ઉજવાશે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલનુ પૂજન કરવામાં આવે છે અને આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને તેમની પસંદગીની વસ્તુઓ જેવી કે મોરપંખ, વાંસળી અને માખણ-મિશ્રી અર્પિત કરવામાં આવે છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે અન્ય ભગવાનની જેમ શ્રીકૃષ્ણના હાથમાં કોઈ અસ્ત્ર-શસ્ત્રને ને બદલે વાંસળી કેમ હોય છે અને છેવટે વાંસળી તેમને આટલી પ્રિય કેમ છે ? તો આવો જાણીએ શ્રીકૃષ્ણને કેવી રીતે અને કોણી પાસેથી મળી વાંસળી જે તેમને આટલી પ્રિય વસ્તુ બની ગઈ ?
ભગવાન કૃષ્ણને વાંસળી કોણે આપી હતી?
ધાર્મિક ગ્રંથો અનુસાર દ્વાપર કાળમાં ભગવાન વિષ્ણુએ ભગવાન કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો અને તેમના અવતારના દર્શન કરવા માટે તમામ દેવી-દેવતાઓ અલગ-અલગ રૂપમાં પૃથ્વી પર આવ્યા હતા. પૌરાણિક કથા અનુસાર, એકવાર ભગવાન શિવે પણ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનો વિચાર કર્યો. પરંતુ તેના મનમાં પહેલો પ્રશ્ન એ આવ્યો કે શ્રી કૃષ્ણને મળવા માટે તેમણે ભેટ તરીકે શું લાવવું જોઈએ જે અલગ અને વિશેષ રહે અને જેને તેઓ હંમેશા પોતાની સાથે રાખે.
ત્યારે ભગવાન શિવને સમજાયું કે તેઓ ઋષિ દધીચીના અતિ શક્તિશાળી અસ્થિને સાચવી રહ્યા છે. પછી ભગવાન શિવે તે હાડકાને ઘસ્યું અને તેને સુંદર વાંસળીનો આકાર આપ્યો. તે વાંસળી લઈને તે ભગવાન કૃષ્ણને મળવા પૃથ્વી પર આવ્યા અને તેમને વાંસળી પ્રસ્તુત કરી. કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે ત્યારથી શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી છે અને તે હંમેશા તેને પોતાની પાસે રાખે છે. ઉલ્લેખનીય છે કે કનૈયાનો શણગાર વાંસળી વગર અધૂરો માનવામાં આવે છે.
ધર્મ શાસ્ત્રો મુજબ ઋષિ દધીચિએ ધર્મની રક્ષા માટે પોતાના શરીરના બધા હાડકાનુ દાન કરી દીધુ હતુ. જ્યારબાદ ભગવાન વિશ્વકર્માએ આ હાડકાની મદદથી ધનુષ, પિનાક, ગાંડીવ અને શારંગનુ નિર્માણ કર્યુ હતુ. તેથી અસ્ત્ર શસ્ત્રોને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી કોઈ સાધારણ વાંસળી નથી પણ શક્તોથી ભરપૂર છે.
ડિસ્ક્લેમર - અહી આપવામાં આવેલી બધી માહિતી સામાજીક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. webdunia.com તેની પુષ્ટિ નથી કરતુ. આ માટે એક્સપર્ટની સલાહ જરૂર લો.