આપમેળે જ ટાઈપ થશે WhatsApp મેસેજ.. જાણો આ ફીચર વિશે..

Webdunia
ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (13:49 IST)
WhatsApp એંડ્રોયડ અને iOS યૂઝર્સને અપડેટ મળી રહી છે. આ અપડેટ કેટલાક નવા ફીચર્સ જોડી રહ્યુ છે. તેમાથી એક માઈકનુ ફીચર છે. જેને કદાચ તમે નોટિસ કર્યુ હશે. આ નવુ ફીચર નથી પણ આ પહેલાથી જ છે. તમે તેને કીબોર્ડમાં આપેલ માઈક આઈકોન સાથે ન જોડો. કારણ કે તે અલગ છે. આ વોટ્સએપ તરફથી જ છે. 
 
આ ફીચર મેસેજ ટાઈપ કરવા માટે છે. આ ફીચર હેઠળ તમે બોલીને મેસેજ ટાઈપ કરી શકો છો. તમે તેને ઓટો ટાઈપિંગ પણ કહી શકો છો. હવે ગૂગલ આસિસ્ટેંટ અને વૉયસ સર્ચની મદદ લઈને લોકો વધુ ઈંટરએક્ટ કરી રહ્યા છે. આવામાં વોટ્સએપને તેને ઈનબિલ્ટ ફીચરના રૂપમાં આપ્યુ છે. 
 
એંડ્રોયડ માટે રજુ કરવામાં આવેલ WhatsApp વર્ઝન 2.19.11માં અપડેટ આપવામાં આવ્યુ છે. આ માઈક આઈકૉન વોટ્સએપના કીબોર્ડ એપમાં છે.  તેને ટૈપ કરીને તમે બોલી શકો છો અને મેસેજ ટાઈપ થઈ જશે. જો કે આવુ તમે ગૂગલ કીબોર્ડ દ્વારા પણ કરી શકતા હતા. પણ આ વોટ્સએપના ઈનિબલ્ટ ફીચરની ખાસિયત હશે કે આ એપના હિસબાથી તે વધુ સટીક રહેશે. 
 
iOSમાં આ ફીચર કીબોર્ડના બૉટમમાં જમણી બાજુ છે. જ્યારે કે એંડ્રોયડમાં આ કીબોર્ડની ઉપરની તરફ છે. ઈગ્લિશમાં ટાઈપ કરવા માટે આ સટીક છે. પણ હિન્દીમાં તમે ટાઈપ નહી કરી શકો. રોમનમાં પણ બોલીને ટાઈપ કરવુ મુશ્કેલ છે. જો તમે તેનો યૂઝ નથી કર્યો તો તેને ટ્રાઈક કરીને જોઈ શકો છો. 
 
WhatsAppના બીજા કેટલાક ફીચર્સની વાત કરીએ તો iOS યૂઝર્સ માટે ગ્રુપમાં પ્રાઈવેટ રિપ્લાયનુ ફીચર  બધાને આપી ચુકાયુ છે. તેને તમે ખુદ ચેક કરી શકો છો. ગ્રુપમાં કોઈને મોકલાયેલ મેસેજ પર ટૈપ કરો. તમે રિપ્લાય પ્રાઈવેટલીનુ ઓપ્શન મળશે. જેને યૂઝ કરીને ડાયરેક્ટ સેંડરને મેસેજ મોકલી શકો છો. 
 
સતત સમાચારમાં છે કે વોટ્સએપમાં ફીંગરપ્રિંટ સપોર્ટ મળશે. ફેસ આઈડી સપોર્ટ પણ મળશે. મતલબ એંડ્રોયડ યૂઝર્સ ટૂંક સમયમાં જ વોટ્સએપને પોતાના ફિંગરપ્રિંટથી સિક્યોર કરી શકે છે અને iPhone X યૂઝર્સ ફેસ આઈડીથી આ પહેલા સુધી એંડ્રોયડ યૂઝર્સ વોટ્સએપને લૉક કરવા માટે થર્ડ પાર્ટી એપ્સની મદદ લે છે. 

સંબંધિત સમાચાર

Next Article