ઇશ્વરના દિવ્ય પ્રકાશની અનુભૂતિ કરનાર વિશ્વકર્મા પ્રજાપિતા બ્રહ્મા

Webdunia
ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (13:18 IST)
ગીતા જ્ઞાનદાતા વિશ્વ કલ્યાણકારી નિરાકાર પરમપિતા પરમાત્મા શિવે જે અનુભવી વૃધ્ધ શરીર પર પોતાના રથ તરીકેની પસંદગી ઉતારી તેનું નામ પ્રજાપિતા-બ્રહ્મા રાખ્યું. વેદો અને પુરાણોમાં પ્રજાપિતા બ્રહ્માને વિશ્વકર્મા પ્રજાપતિ બૃહસ્પતિ, હિરણ્યગર્ભ, બ્રહ્મા વગેરે નામાભિધાન આપવામાં આવ્યા છે. જે તેઓ મહાન શિક્ષક, મહાન પુરૂષ, મહાજ્ઞાની હોવાનો સંકેત છે. તેમણે આધ્યાત્મિક-જ્ઞાન દ્વારા વિશ્વનું નવનિર્માણ કર્યું અને માટે જ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલયના લાખ્ખો વિધ્યાર્થીઓ સહિત સમગ્ર વિશ્વ આજે સ્વર્ણિમ યુગના દ્રષ્ટા પ્રજાપિતા બ્રહ્માને તેમની ૫૦મી પુણ્યતિથિએ અંતરની ભાંવાજલી અર્પશે.

     આદિદેવ બ્રહ્માનું પરંપરાથી સ્વીકારતું ચિત્રણ:-બ્રહ્માને ચતુમુખ દર્શાવાય છે. જે વેદોનું પ્રતિક છે. વેદનો અર્થ છે. દિવ્યજ્ઞાન, દિવ્યજ્ઞાનના રૂપમાં બ્રહ્માએ વિશ્વને આધ્યાત્મિક સિધ્ધાંત, આત્મા અને ઇશ્વર અનુભૂતિ માટે વિજ્ઞાન, કળા અને વ્યવહારનું દિવ્યગુણ તથા પવિત્રતાનું અને લોકકલ્યાણ પ્રતિ સમર્પણ ભાવ માટે કર્તવ્યનું શિક્ષણ આપ્યું.

     બ્રહ્માને દાઢીધારી વૃધ્ધ માનવના સ્વરૂપમાં દર્શાવાય છે. જે પરિપકવતા, અનુભવ અને પિતાતુલ્ય ભાવને પ્રદર્શિત કરે છે. તેમના ચાર હાથમાંથી એક હાથમાં ગ્રંથ છે જે જ્ઞાનનું પ્રતિક છે. તેઓ કેવળ જ્ઞાની જ નહી, પરંતું આધ્યાત્મિક અનુશાસનયુક્ત હતાં. બુરાઈઓ ઉપર વિજય મેળવી લાખ્ખો મુખવંશના બાળકોનું સફળ નેતૃત્વ કરી ૧૦૮ મહાન-આત્માઓ સાથે સર્વશ્રેષ્ઠ કાર્ય કરી વિજય માળાના પ્રથમ મણકા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. ત્રીજા હાથમાં કમંડળ (જળપાત્ર) દર્શાવાયું છે જે પવિત્ર જળ અમૃતનું પ્રતિક છે. જે દ્વારા તેઓ અન્ય આત્માઓને જ્ઞાન-અમૃતથી તૃપ્ત કરતા રહ્યા. ભારતીય સંકૃતિમાં જ્ઞાનની તુલના જળ અમૃત સાથે થાય છે. ચોથો હાથ અભયદાનની મુદ્રાનો છે જે સ્વયમ નિર્ભય હોવાનું પ્રગટ કરે છે. તેમણે ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી જેના દ્વારા તેઓ અન્ય મનુષ્ય આત્માઓને વરદાન આપી શકતા હતાં.

     બ્રહ્માનું સ્વર્ણિમ મુખ મંડળ તે વાતનું પ્રતિક છે કે તેમની મુખવંશાવળી રચનામાં તેઓ સ્વર્ણિમ યુગના આગમનને જોઈ રહ્યાં હતાં. કારણ કે તેમણે ઇશ્વરના દિવ્ય પ્રકાશની સતત અનુભૂતિ કરી હતી. ઇશ્વરનું સાનિધ્ય મેળવ્યું હતું. ઇશ્વરના અપ્રતિમ સંકેતો સ્વયંમ પ્રાપ્ત કર્યા હતાં. તેમના સફેદ વસ્ત્રો શુધ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે. તેમનો મુગટ રાજસી વ્યવહાર, ભવ્યતા અને મહાનતાનું પ્રતિક છે. તેઓ સાચા સ્વરૂપમાં રાજઋષી-રાજયોગી હતાં.

કમળ અનાશક્તિનું પ્રતિક છે. સફેદ કમળ શુધ્ધતાં અને લાલ કમળ પ્રેમ તથા અતિન્દ્રિય- સુખનું પ્રતિક છે. બ્રહ્મા- બ્રહ્મચર્ય , અહિંસા અને સત્યના સિધાંતોમાં સ્થિર  હતાં. અને પ્રભુ પ્રત્યે  તેમનો અપુવ પ્રેમ હતો. બ્રહ્માએ વિશ્વની રચનાનું કાર્ય કર્યું. જે તેમને ઇશ્વર તરફથી મળેલ દિવ્ય શક્તિ અને તેમની સક્રિયતા અને સતર્કતા વગર અસંભવ હતું. વિશ્વ સાથે તેમનો સક્રિય અને વિવેકપૂર્ણ સંપર્ક હતો. તેઓ ભાવનાઓથી ક્યારેય વિચલિત થયા ન હતાં. જે ભાવ તેમની વિશિષ્ટ બેઠક મુદ્રામાં જોવા મળે છે. તેમની યજ્ઞોપવિત્ર–આધ્યાત્મિક અનુશાસનના દર્શન કરાવે છે.

સાત હંસોના રથ ઉપર આરૂટ પ્રજાપિતા બ્રહ્માનું દ્રશ્ય તેમની ઉચ્ચ સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થિતિ દર્શાવે છે. હંસ મકમ નિર્ણય ક્ષમતાનું પ્રતિક પણ છે. તેનો શ્વેત વર્ણ શુધ્ધતાનું પ્રતિક છે. ભારતીય પરંપરામાં શુધ્ધતા અને આત્મ ચેતનાની ઉચ્ચસ્થિતિ પ્રાપ્ત કરનારને પરમહંસ કહેવાય છે. બ્રહ્મા સાચા અર્થમાં પરમહંસ હતાં. તેમના ખુલ્લા નેત્ર પૂર્ણ વ્યાપક જાગૃતિ અને દિવ્ય ચક્ષુ મેળવ્યાનું પ્રતિક છે. ખુલ્લા નેત્રો ચિંતનની પરિપકવતા અને સ્વાભાવિક સરળ અવસ્થાનું ધોતક છે.

વિષ્ણુની નાભિમાંથી પ્રજાપિતા બ્રહ્માની ઉત્પત્તિ:-નાભિનો અર્થ કેંદ્ર કે મધ્યબિંદુ થાય છે. પ્રજાપિતા બ્રહ્માનો પ્રથમ જન્મશ્રી નારાયણ્રરૂપમાં છે. શ્રી લક્ષ્મી – શ્રીનારાયણનું સંયુક્ત રૂપ જશ્રી વિષ્ણુ છે. વિષ્ણુના રૂપમાં વિશ્વની પાલના કરનાર વિશ્વકર્મા બ્રહ્માના રૂપમાં સ્થાપના કે નવનિર્માણ કરે છે. પરમપિતા શિવ વિષ્ણુ ચતુર્ભૂજના સાક્ષાત્કાર કરાવી “તતત્વમ“ નું વરદાન આપી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલયના સ્થાપક વૃધ્ધ દાદા લેખરાજને “ પ્રજાપિતા બ્રહ્મા”ના પદની પ્રપ્તિ કરાવે છે. આ વરદાનથી તેઓ ભવિષ્યમાં વિષ્ણુ બને છે. જેથી કહેવત પ્રચલિત બની કે ‘ વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે.’
વર્તમાન દુ:ખ અશાંત, વિકાસગ્રસ્ત કળયુગના અંત સાથે નવસૃષ્ટિની સ્થાપનાનું કાર્ય પરમપિતા શિવ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા કરાવી રહ્યા છે. સન ૧૯૩૭માં શિવપિતાએ બ્રહ્માને પોતાનું માધ્યમ બનાવ્યું છે. અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીયવિશ્વ વિધ્યાલયની સ્થાપના કરી. જેના દ્વારા છેલ્લા ૮૦ વર્ષથી સ્વર્ણિમ સૃષ્ટિના નવનિર્માણનું કાર્ય આજે પણ ચાલી રહ્યું છે. વિધ્યાલયના સ્થાપક પ્રજાપિતા બ્રહ્માએ તા.૧૮-૧-૧૯૬૯ના રોજ માઉન્ટ આબુ ખાતે તેમના નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. તે પૂર્વે વિધ્યાલયની ધૂરા તેમણે રાજયોગિનિ દાદી ડૉ.પ્રકાશમણિજીને સુપરત કરી હતી. આજે સમગ્ર વિશ્વની મનુષ્ય આત્માઓ રાષ્ટ્રિય ઉત્થાનના તેમના મહાનપવિત્ર કાર્યો અને યાદ કરી તેમની ૫૦મી પૂણ્યતિથિએ કોટિ કોટિ વંદન કરે છે.

સંબંધિત સમાચાર

Next Article