જિયો ગીગા ફાઈબર બ્રોડબેંડ માટે રજિસ્ટ્રેશનની શરૂઆત 15 ઓગસ્ટથી થઈ ચુકી છે. હવે કંપનીએ પ્રીવ્યુ ઓફર (Jio Giga Fiber Preview Offer)વિશે એલાન કર્યુ છે. 90 દિવસ માટે પ્રીવ્યુ ઓફર હેઠળ યૂઝર્સને દર મહિને 100 જીબી ડેટા ફ્રી મળશે. એ પણ ત્રણ મહિના માટે. આ દરમિયાન સ્પીડ 100 એમબીપીએસની રહેશે.
ગ્રાહકના રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કંપની આ જોશે કે ક્યા સ્થાન પરથી વધુ માંગ છે. ત્યારબાદ એ સ્થાનને સૌ પહેલા Jio Giga Fiberની સેવા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિયો ગીગા ફાઈબરનુ રજિસ્ટ્રેશન યૂઝર્સ MyJio એપ સાથે કંપનીની વેબસાઈટ jio.com પર કરાવી શકો છો.
Jio Giga Fiber પ્રીવ્યુ ઓફર વિશે એક વાત છે કે આ એકદમ ફ્રી ઈસ્ટોલેશન સાથે આવે છે. આ માટે ગ્રાહક પાસેથી કોઈપણ ચર્જ નથી લેવામાં આવતો. ફક્ત ગ્રાહક પાસેથી સિક્યોરિટીના રૂપમાં 4500 રૂપિયા કંપની લે છે જે રિફંડેબલ છે. આ જિયોના બ્રોડબેંડ રાઉટર માટે લેવામાં આવે છે.
બ્રોડબેંડ સેવાના પ્રીવ્યુ ઓફર ખતમ થયા પછી જિયો ગ્રાહકોને પ્રીપેડ પ્લાન્સના વિકલ્પ આપશે. જેની જાહેરાત આવનારા થોડા સમયમાં થશે. સૂત્રો મુજબ હાલ ફક્ત જિયો ગીગા ફાઈબરનો પ્રીપેડ પ્લાન જ આવશે. પોસ્ટપેડ પ્લાન પછી લોન્ચ કરવામાં આવશે.