વસ્તીને લઈને કરવામાં આવેલ એક અભ્યાસથી જે વાતો સામે આવી છે એ ભારત માટે ચોંકાવનારી છે. 2030ના મધ્ય સુધી ભારતની વસ્તી ચીનના મુકાબલે 8 ટકા વધુ થઈ જશે. જ્યારે કે 2050ના મધ્ય સુધી ચીનની તુલનામાં આ વધીને 52 ટકા થઈ જશે. વોશિંટગટની એક બિન સરકારી સંસ્થા પૉપુલેશન રેફરેંસ બ્યુરોની તરફથી રજુ 2018 વર્લ્ડ પોપુલેશન ડેટામાં આ વાત જણાવવામાં આવી છે.