#budget2018 સસ્તા થઈ શકે છે 10 હજાર રોપિયા સુધીના સ્માર્ટફોન, મળી શકે છે મોટી ભેંટ

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (11:15 IST)
બજેટમાં વિત્ત મંત્રી અરૂણ જેટલી મોબાઈલ કંપનીને મોટી ભેંટ આપી શકે છે. 10 હજાર સુધીના સ્માર્ટફોન 5 થી 6 ટકા સસ્તા થઈ શકે છે. સરકાર મોબાઈલ હેંડસેટ પર જીએસટેને ઘટાડી શકે છે. જેનો સીધો અસર મોબાઈલની કીમતો પર પડશે. 
 
અત્યારે મોબાઈલ હેંડસેટ પર 12 ટકા જીએસટી લાગે છે. હેંડસેટ બનાવનારી કંપનીઓ તેને ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી રહી છે. 
 
 વિત્ત મંત્રી સામાન્ય બજેટમાં મેક ઈન ઈંડિયાને પ્રમોટ કરવા માટે મોબાઈલ કંપનીઓને ઘણા રાહત આપી શકે છે. તે સિવાય બેટરી. સીલ્ડ કવર પર જીએસટીને ઘટાડી શકાય છે. સરકાર તેને ઘટાડીને 18 ટકા કરી શકે છે. અત્યારે તેની પર 28 ટકા જીએસટી લાગે છે. 
 
તે સિવાય પાવર બેંક, ટેલીવિજન, ટ્યૂનર કાર્ડ અને વેબકેમ પર જીએસટી ઓછું કરી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

Next Article