કુલદીપ યાદવે મેદાન વચ્ચે રિંકૂ સિંહને એક પછી એક માર્યા થપ્પડ, વીડિયો વાયરલ

Webdunia
બુધવાર, 30 એપ્રિલ 2025 (12:50 IST)
કલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચમાં દિલ્હી કેપિટલ્સ (KKR vs DC) ને હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીને જીત માટે 205 રન બનાવવાના હતા પણ તે 190 રન જ બનાવી શક્યા. દિલ્હીબ્ને 14 રનથી હારનો સામનો કરવો પડ્યો. મેચ પછી મેદાન પર એક મજેદાર ઘટના થઈ જ્યારે કુલદીપ યાદવે રિંકૂ સિંહને થપ્પડ પર થપ્પડ મારી દીધા. રિંકૂ ત્યારબાદ થોડા નારાજ પણ જોવા મળ્યા. 

<

Kuldeep yadav slaps rinku singh#kuldeepyadav #rinkusingh#KKRvsDC #ipl20225 @imkuldeep18 pic.twitter.com/SEWAgGagwq

— Bobby (@Bobby04432594) April 29, 2025 >
 
ઉલ્લેખનીય છે કે મેચ ખતમ થયા બાદ બધા ખેલાડી એક સાથે ભેગા થઈને વાતચીત કરી રહ્યા હતા. કુલદીપ યાદવે અને રિંકૂ સિંહ પણ એક સાથે હતા અને બંને વાતચીત કરી રહ્યા હતા. પણ ત્યારે કુલદીપ યાદવે મજાક મજાકમાં રિંકૂ સિંહને થપ્પડ મારી દીધા. આ ઘટના પછી નારાજ રિંકૂ સિંહ નારાજ પણ જોવા મળ્યા. જો કે તેમ છતા કુલદીપ યાદવે એક વધુ થપ્પડ મારવાની કોશિશ કરી પણ રિંકૂએ પોતાનો ચેહરો પાછળ કરી લીધો હતો. 
 
અક્ષર પટેલે મેચ પછી કહ્યુ મને લાગે છે કે વિકેટ સારી અને અમે પાવરપ્લેમાં જે રીતે બોલિંગ કરી તેનાથી તેમા અમે 15-20 રન વધુ આપ્યા. અમે કેટલીક વિકેટ સહેલાઈથી ગુમાવી દીધી. પોઝીટિવ વાત એ રહી કે અમે પાવરપ્લે પછી તેમને કેવી રીતે રોક્યા. બેટિંગની વાત કરીએ તો ભલે  કેટલાક બેટ્સમેન નિષ્ફળ થયા પણ અમારામાંથી 2-3 બેટ્સમેન સારુ  રમ્યા. 
 
 અક્ષર પટેલે આગળ કહ્યુ, "જ્યારે વિપ્રજ બેટિંગ કરી રહ્યા હતા તો આશા હતી કે અમે જીતી જઈશુ. જો આશુતોષ હોત તો તે પહેલા ગેમને અહી રીપિટ કરી શકતા હતા. પ્રેકટિસ વિકેટ પર બોલને રોકવા માટે ડાઈવ લગાવવામાં મારી સ્કિન છોલાય ગઈ પણ સારે વાત એ છે કે 3-4 દિવસનો બ્રેક છે અને આશા છે કે હુ ઠીક થઈ જઈશ અને આગામી મેચ માં ફિટ થઈને પરત આવીશ

સંબંધિત સમાચાર

Next Article