ગુજરાત ટાઈંટંસને લાગ્યો મોટો ઝટકો, એક પણ મેચ રમ્યા વગર આખી સીઝનમાંથી બહાર થયો આ ઘાતક ખેલાડી

Webdunia
શનિવાર, 12 એપ્રિલ 2025 (13:09 IST)
Glenn Phillips Injury: ગુજરાત ટાઈટંસની ટીમ આઈપીએલ 2025 માં શુભમન ગિલની કપ્તાનીમાં સારુ પ્રદર્શન કરી રહી છે.  ટીમે અત્યાર સુધી કુલ પાંચ મુકાબલા રમ્યા છે. જેમાથી ચારમાં જીત મેળવી છે. હવે સીઝન ની વચ્ચે જ ગુજરાતની ટીમને તગડો આંચકો લાગ્યો છે. તેના સ્ટાર ખેલાડી ગ્લેન ફિલિપ્સ ઘાયલ થવાને કારણે આઈપીએલ 2025માંથી બહાર થઈ ગયા છે. વર્તમાન સીઝનમાં તેમણે ગુજરાત તરફથી એક પણ મેચની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતા બનાવ્યા અને તે બધી મેચ દરમિયાન બેંચ પર જ બેસેલા રહ્યા. 
 
હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં થયા હતા ઘાયલ 
ESPN ક્રિકેટ ઈંફોર્મેંશનની રિપોર્ટ મુજબ ગ્લેન ફિલિપ્લ પોતાના ઘરે ન્યુઝીલેંડ પરત ફર્યા છે. પણ અત્યાર સુધી ગુજરાત ટાઈટંસની ટીમમા તેમના રિપ્લેસમેંટનુ એલાન કરવામાં આવ્યુ નથી. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ફિલિપ્સ સબ્સ્ટીટ્યુટ ફિલ્ડરના રૂપમાં મેદાનમાં ઉતર્યા હતા. પણ છઠ્ઠી ઓવરમાં તે ઘાયલ થઈ ગયા હતા. ત્યારે તે ઈશાન કિશન દ્વારા માર્યા ગયેલો શૉટને પકડવાની કોશિશમાં પડી ગયા હતા અને ગ્રોઈન ઈંજરી થઈ ગઈ હતી. તેમને એટલો તેજ દુ:ખાવો થયો કે તે મેદાન પર જ સૂઈ ગયા હતા અને ત્યારબાદ લંગડાતા તેમને ગ્રાઉંડમાંથી બહાર લઈ જવા પડ્યા. ફિલિપ્સે બોલ પકડ્યા પછી થ્રો પણ કર્યો હતો. જેને કારણે તેમની કમરમાં સ્ટ્રેચ આવી ગયો હતો. 
 
ગુજરાતની ટીમે ચુકવ્યા હતા બે કરોડ રૂપિયા 
ગ્લેન ફિલિપ્સને ગુજરાત ટાઈટંસની ટીમે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તેમણે ચેમ્પિયંસ ટ્રોફી 2025માં બેસ્ટ ફિલ્ડિંગ કરી હતી. જ્યા તેમને હવામાં ઉડતા અનેક શાનદાર કેચ પકડ્યા હતા. ફિલિપ્સ પહેલા કગિસો રબાડા પણ ગુજરાત ટાઈટંસની ટીમનો સાથ છોડીને ઘરે પરત ફર્યા હતા. તેમના વિશે હજુ એ સ્પષ્ટ નથી કે તેઓ ક્યારે ઘરે પરત આવશે.  
 
ગુજરાત ટાઈટંસની પાસે કેટલા ખેલાડી બચ્યા 
ગુજરાત ટાઈટંસની પાસે કુલ 7 વિદેશી પ્લેયર હતા જેમા જોસ બટલર, રાશિદ ખાન, શેરફેન રઘરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનત, ગેરાલ્ડ કોએત્જી અને કગિસો રબાડાનો સમાવેશ છે.  પણ રબાડા અને ફિલિપ્સ ઘરે પરત ફરી ચુક્યા છે. આવામાં ગુજરાત પાસે ફક્ત પાંચ વિદેશી ખેલાડી જ બચ્યા છે. બટલર, રાશિદ અને રધરફોર્ડ એ જ અત્યાર સુધી વર્તમાન સીજનની બધી મેચ રમી છે.  

સંબંધિત સમાચાર

Next Article