દિલ્હીએ નવા કેપ્ટનની કરી જાહેરાત

Webdunia
બુધવાર, 20 માર્ચ 2024 (18:38 IST)
Delhi Capitals New Captain: આઈપીએલ 2024મા ટીમના નવા કપ્તાન સાથે મેદાનમાં ઉતરવાની છે. આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઈંડિયંસ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કપ્તાન બદલ્યા છે. હવે આ લિસ્ટમાં દિલ્હી કૈપિટલ્સનુ નામ પણ સામેલ થઈ ગયુ છે. દિલ્હી કૈપિટલ્સના નવા સીજનની શરૂઆત પહેલા પોતાના નવા કપ્તાનના નામનુ એલાન કરી દીધુ છે. 
 
દિલ્હી કૈપિટલ્સે કર્યુ નવા કપ્તાનનુ એલાન 
દિલ્હી કૈપિટલ્સે ડેવિડ વોર્નરના સ્થાન પર એકવાર ફરી ઋષભ પંતને પોતાની ટીમના કપ્તાન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત વર્ષ 2021થી દિલ્હી કૈપિટલ્સની કપ્તાની કરી રહ્યા છે. પણ ઋષભ પંતનુ વર્ષ 2022મા દિલ્હીથી રૂડકી જતી વખતે કારથી અકસ્માત થઈ ગયો હતો. આ ઘટના પછી ઋષભ પંત આઈપીએલ 2023નો ભાગ ન બન્યા. તેમના સ્થાન પર ડેવિડ વોર્નરે ટીમની કમાન સાચવી હતી. આવામાં હવે ઋષભ પંત એક કપ્તાન તરીકે જ આઈપીએલમાં કમબેક કરતા જોવા મળશે.  

<

COMEBACK DONE NOW WELCOME BACK, CAPTAIN RISHABH PANT ❤#YehHaiNayiDilli #IPL2024 pic.twitter.com/wN7xDgLW31

— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2024 >
 
દિલ્હી કૈપિટલ્સે રજુ કરી પ્રેસ રિલીઝ 
દિલ્હી કૈપિટલ્સના અધ્યક્ષ અને સહ માલિક પાર્થ જિંદલે એક પ્રેસ રિલીજમાં કહ્યુ કે અમે અમારા કપ્તાનના રૂપમાં ઋષભનુ સ્વાગત કરતા ખુશી થઈ રહી છે. ધૈર્ય અને નિડરતા હંમેશા તેમના ક્રિકેટમાં મુખ્ય રહી છે. અમે નવા જ ઓશ અને ઉત્સાહ સાથે નવા સીજનને રાહ જોઈ રહ્યા છે અને હુ તેમને એકવાર ફરી અમારી ટીમને મેદાન પર લઈ જતા જોવાની રાહ નથી જોઈ શકતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા બીસીસીઆઈએ પંતને આ  વર્ષે આઈપીએલમાં વિકેટકિપર બેટ્સમેનના રૂપમા રમવાની મંજુરી આપી દીધી હતી. બોર્ડે એક મેડિકલ અપડેટમાં કહ્યુ કે ઉત્તરાખંડના રૂડકે પાસે 30 ડિસેમ્બર 2022ના રોજ માર્ગ અકસ્માત પછી 14મહિનાના રિહૈબિલિટેશની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ઋષભ પંતને હવે આગામી આઈપીએલ 2024 માટે વિકેટકિપરના રૂપમા ફિટ જાહેર કર્યો છે. 
 
આઈપીએલ 2024 માટે દિલ્હી કૈપિટલ્સની ટીમ 
 
રિષભ પંત (કેપ્ટન), પ્રવીણ દુબે, ડેવિડ વોર્નર, વિકી ઓસ્તવાલ, પૃથ્વી શો, એનરિક નારખિયા, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જેક ફ્રેઝર-મેકગર્ક, લલિત યાદવ, ખલીલ અહેમદ, મિશેલ માર્શ, ઇશાંત શર્મા, યશ શર્મા, ડી. મુકેશ કુમાર, ટ્રિસ્ટન સ્ટબ્સ, રિકી ભુઇ, કુમાર કુશાગરા, રસિક ડાર, રિચર્ડસન, સુમિત કુમાર, શાઈ હોપ, સ્વસ્તિક છિકારા.

સંબંધિત સમાચાર

Next Article