રાજસ્થાન રોયલ્સે જીતી મેચ : 211 રનનો પીછો કરતા, SRHનુ ટોપ બેટિંગ ઓર્ડર ફેલ, RRના ચહલે 3 વિકેટ લીધી હતી

Webdunia
બુધવાર, 30 માર્ચ 2022 (00:00 IST)
IPLની 5મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 61 રનથી હરાવ્યું. પુણેના એમસીએ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં એસઆરએચએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RR તરફથી કેપ્ટન સંજુ સેમસન (55), દેવદત્ત પડિક્કલ (41) અને જોસ બટલરે (35) 200 પ્લસ રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ટીમે 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાશ્મીરના ઉમરાને SRH તરફથી 2 વિકેટ લીધી હતી.
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી SRHની આખી ટીમ 149 રન બનાવી શકી હતી. ટોચના 4 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. એડમ માર્કરામે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી અને ટી20 ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પણ પૂરી કરી.
 
પ્રથમ દાવની વિશેષતાઓ
 
1. ચહલે 250 વિકેટ પૂરી કરી
 
યુઝવેન્દ્ર ચહલે મેચમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે 3 વિકેટ લેવાની સાથે જ ટી20 ફોર્મેટમાં તેની 250 વિકેટ પણ પૂરી કરી લીધી. ચહલે અભિષેક શર્મા (9), અબ્દુલ સમદ (4) અને રોમારિયો શેફર્ડ (24)ને આઉટ કરીને અદભૂત બોલિંગ કરી હતી.
 
2. હૈદરાબાદ પાવર પ્લેમાં ફેલ 
 
પાવર પ્લેની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 14 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં પાવર પ્લેમાં આ સૌથી ઓછો સ્કોર છે. અગાઉનો રેકોર્ડ રાજસ્થાનનો હતો. જેણે 2009માં બેંગ્લોર સામે 6 ઓવરમાં 14 રન બનાવ્યા હતા, પરંતુ 2 વિકેટ ગુમાવી દીધી હતી.
 
3. પ્રસિદ્ધ ક્રિષ્ણાનુ પાવરપેક્ડ પર્ફોર્મન્સ
 
RR માટે પોતાની  પ્રથમ મેચ રમીને, પ્રસિદ્ધ ક્રિષ્ણાએ તેનું શાનદાર ફોર્મ બતાવીને, હૈદરાબાદ માટે બે વિકેટ ઝડપી. યુવા પેસરે કેન વિલિયમસન (2)ને દેવદત્ત પડિક્કલના હાથે કેચ કરાવ્યો અને તેની આગળની જ ઓવરમાં રાહુલ ત્રિપાઠીને શૂન્ય પર આઉટ કર્યો. ત્રિપાઠીનો કેચ વિકેટ પાછળ સંજુ સેમસને પકડ્યો હતો.
 
4. કેન ખોટી રીતે થયા આઉટ 
 
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને બીજી ઓવરમાં જ આંચકો લાગ્યો જ્યારે કેપ્ટન વિલિયમસન 2 રન બનાવીને આઉટ થયો હતો. તેનો કેચ પડિક્કલે સ્લિપમાં કેચ કર્યો હતો. થર્ડ અમ્પાયરે આ કેચને તપાસીને વિલિયમસનને આઉટ જાહેર કર્યો હતો. જો કે, રિપ્લે દર્શાવે છે કે બોલ જમીન પર અથડાયો હતો. વિલિયમસન પણ આ નિર્ણયથી ખુશ નહોતો
 
 
5 . સંજુની શાનદાર કપ્તાની ઇનિંગ્સ
 
સંજુ સેમસને 27 બોલમાં 55 રન બનાવ્યા અને ભુવનેશ્વર કુમારના હાથે આઉટ થયો. તેનો કેચ અબ્દુલ સમદે લોંગ ઓન પર પકડ્યો હતો. સંજુએ મેદાન પર આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે તેની સતત 16મી IPL અને કેપ્ટન તરીકે ત્રીજી અડધી સદી પૂરી કરી. જોકે, તે આ ઇનિંગને વધુ લંબાવી શક્યો નહોતો.
 
6 . સ્પીડ સ્ટાર ઉમરાન મલિક
 
કાશ્મીર તરફથી યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકે 39 રનમાં 2 વિકેટ લીધી હતી. મલિકે જોસ બટલર (35) અને દેવદત્ત પડિકલ (41)ને આઉટ કર્યા હતા. ઉમરાને મેચમાં સતત 140+ની ઝડપે બોલ ફેંક્યો. SRH એ મેગા ઓક્શન પહેલા તેને 4 કરોડમાં જાળવી રાખ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article