IPL 2021 ના બીજા ચરણમાં પણ કોરોનાનો કેસ પણ સામે આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બીસીસીઆઈએ કહ્યું છે કે 22 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ સમયપત્રક મુજબ થશે. આઈપીએલ દ્વારા રજુ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નટરાજન આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. તેમણે ખુદને બાકીના ખેલાડીઓથી અલગ કરી લીધા છે. તેમની અંદર કોઈપણ પ્રકારના કોઈ લક્ષણો નથી
<
NEWS - Sunrisers Hyderabad player tests positive; six close contacts isolated.
— IndianPremierLeague (@IPL) September 22, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
ટી નટરાજન તાજેતરમાં ઘૂંટણની સર્જરીમાંથી સ્વસ્થ થયા બાદ પરત ફર્યા છે. સર્જરીના કારણે તેઓ લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર હતા. આ કારણે, તેઓ IPL 2021 ના પહેલા ચરણમાં પણ રમી શક્યા નહોતા. તેમણે આઈપીએલ 2020 માં હૈદરાબાદ તરફથીસારી રમત દર્શાવી હતી. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયા હતા. અહીં તેમણે ભારત તરફથી ટી 20, વનડે અને ટેસ્ટના ત્રણેય ફોર્મેટમાં પદાર્પણ કર્યું અને પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા.