IND vs ENG: રવિ શાસ્ત્રીના કોવિડ -19 પોઝિટિવ આવ્યા બાદ વિરાટ કોહલી અને મુખ્ય કોચની પૂછપરછ થઈ શકે છે,

મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (13:06 IST)
ટીમ ઈંડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી ઓવલ ટેસ્ટના દરમિયાન પૉઝિટિવ આવ્યા. જે પછી તે આઈસોલેશનમાં છે. 
 
વિરાટ કોહલી- રવિ શાસ્ત્રીએ એવું શું કર્યું કે BCCIએ બંનેને ખખડાવી નાંખ્યા ? છેલ્લી ટેસ્ટ પહેલાં શું આપ્યો આદેશ ?ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. બંનેએ ગયા અઠવાડિયે લંડનમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. BCCI ના એક સૂત્રએ આ માહિતી આપી છે.રવિવારે શાસ્ત્રી કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર જે શાસ્ત્રીના નજીકના સંપર્કમાં હતા સોમવારે પોઝિટિવ આવ્યા હતા. ટીમ ફિઝિયો નીતિન પટેલ હાલમાં આઇસોલેશનમાં છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, “ઈવેન્ટની તસવીરો બીસીસીઆઈના અધિકારીઓ સાથે શેર કરવામાં આવી છે. બોર્ડ આ મામલાની તપાસ કરશે. આ બાબતે બોર્ડને શરમાવ્યું છે. ઓવલ ટેસ્ટ બાદ કોચ અને કેપ્ટનને સમગ્ર મામલે પ્રશ્નો પૂછાશે . ટીમના વહીવટી મેનેજર ગિરીશ ડોંગરેની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.બ્રિટિશ મીડિયા અનુસાર, ભારતીય ટીમે આ મામલે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ પાસેથી મંજૂરી લીધી નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર