BCCI આઈપીએલની 2 નવી ટીમ લાવવાની કરી રહ્યુ છે તૈયારી, ડિસેમ્બર થશે મેગા ઓક્શન

સોમવાર, 5 જુલાઈ 2021 (15:49 IST)
ઈંડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમોને જોડવા માટે બીસીસીઆઈએ બ્લૂપ્રિટ તૈયાર કરી છે. આ બ્લૂપ્રિંટમાં નવી ટીમો ઉપરાંત ખેલાડીઓના રિટેશન નિયમ, મેગા ઓક્શન, પર્સની સેલેરી વધારવી અને તાજા મીડિયા રાઈટ્સ અને ટેંડર જએવા મુદ્દા સામેલ છે.  ઓગસ્ટના મહિનામાં આઈપીએલની નવી ટીમો માટે ટેંડર કાઢવામાં આવશે અને ઓક્ટોબર સુધી તેની પ્રક્રિયા પૂરી થવાની આશા છે વર્ષના અંતિમ મહિને એટલે કે ડિસેમ્બરમાં મેગા ઓક્શનનુ આયોજન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 
 
'ટાઇમ્સ ઓફ ઈન્ડિયા'ના સમાચાર મુજબ, બીસીસીઆઈ આ વર્ષે ઓગસ્ટમાં આઈપીએલમાં બે નવી ટીમો ઉમેરવા માટે એક ટેન્ડર બહાર પાડશે અને ઓક્ટોબરના મધ્યમાં નવી ટીમોની જાહેરાત કરવામાં આવશે. કોલકાતા સ્થિત સંજીવ ગોયનકા ગ્રુપ, ધ અદાણી ગ્રુપ, ઓરોબિંદો ફાર્મા લિમિટેડ અને ટોરેન્ટ ગ્રુપએ નવી ટીમો ખરીદવામાં રસ દાખવ્યો છે. બીસીસીઆઈ ફ્રેન્ચાઇઝીના પર્સ સેલેરીમાં પણ વધારો કરવાની તૈયારી કરી રહી છે. પર્સ સેલેરીને 85 કરોડથી વધારીને 90 કરોડ કરવામાં આવશે અને 2024 સીઝન પહેલા આવતા ત્રણ વર્ષમાં પર્સ સેલેરીમાં   90 થી 95 કરોડ, 95 થી 100 કરોડ કરવામાં આવશે. ફ્રેન્ચાઇઝીએ ઓછામાં ઓછા 75 ટકા પર્સ સેલેરી ખર્ચ કરવાની રહેશે.  મેગા ઓક્શન આ વર્ષે ડિસેમ્બરમાં થવાની આશા છે. 
 
બીસીસીઆઈ ખેલાડીઓને રિટેન કરવાના  નિયમોમાં પણ કેટલાક ફેરફાર કરશે. દરેક ટીમે ચાર ખેલાડીઓ રિટેન કરવા પડશે.  ફ્રેન્ચાઇઝી 3 ભારતીય અને એક વિદેશી ખેલાડીને રીટેન કરી શકશે અથવા બે ભારતીય ખેલાડીઓ અને 2 વિદેશી ખેલાડીઓ રિટેન કરી શકે છે. ત્રણ ખેલાડીઓ રિટેન કરવા પર ફ્રેન્ચાઇઝીના પર્સ સેલેરીમાં રૂ .15 કરોડ, 11 કરોડ અને 7 કરોડનો ઘટાડો થશે. બીજી બાજુ બે ખેલાડીને રિટેન કરવાની સ્થિતિમાં 12.5 કરોડ અને 8.5 કરઓડ પર્સ સેલેરી કપાય જશે.    એક પ્લેયરને રિટેન કરવા પર 12.5 કરોડની કપાત થશે. આ સાથે જ બીસીસીઆઈ મોટી મીડિયા રાઈટ્સ ઓક્શની પણ તૈયારી કરી રહ્યુ છે. જે માટે જાન્યુઆરી 2022માં ટેંડર કાઢવાની શક્યતા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર