કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ રાજકોટ આવી પહોંચી

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2017 (11:26 IST)
ખંઢેરી સ્ટેડિયમમાં 7 એપ્રિલે રમાનારી ગુજરાત અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પ્રારંભિક મેચ પૂર્વે કોલકાતાની ટીમ મંગળવારે રાત્રે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ટીમ પહોંચી ત્યારે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઊમટી પડ્યા હતા. 150 ફૂટ રિંગરોડની હોટેલમાં ક્રિકેટરોને ઉતારો આપવામાં આવ્યો છે. હોટેલની બહાર પણ ક્રિકેટરોની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ જામી હતી. આજે કેકેઆરની ટીમ ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. મંગળવારે મોડી સાંજે રાજકોટ એરપોર્ટ પર કેપ્ટન ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, યુસુફ પઠાણ, જેક કાલિસ, મનિષ પાંડે, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી સીધા હોટલે જવા માટે રવાના થયા હતા.
Next Article