ભારત આ વર્ષે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસ ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો સાથે લાંબી લડાઈ બાદ ભારતને આઝાદી મળી હતી. આ ખુશીની ઉજવણી માટે દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ શાળા, કોલેજ, સંસ્થાઓ, ઓફિસ વગેરેમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન બાળકો સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો જેવા કે ગીત, સંગીત, ભાષણ, કવિતા વગેરેમાં પણ ભાગ લે છે.