Happy Independence Day 2024 Wishes: સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા, 15મી ઓગસ્ટ પર મિત્રોને મોકલો શુભેચ્છા સંદેશ
ગુરુવાર, 15 ઑગસ્ટ 2024 (00:34 IST)
happy independence day wishes
Happy Independence Day : કરો સલામી તિરંગાને જેનાથી આપણી શાન છે, તેનુ માથુ હંમેશા ઊંચુ રાખજો જ્યા સુધી તમારા શરીરમાં પ્રાણ છે..! જો તમે પણ તમારા પ્રિયજનોને 15 ઓગસ્ટના રોજ વોટ્સએપ દ્વારા શુભેચ્છા પાઠવવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના મેસેજીસ લાવ્યા છીએ.
1947 માં આઝાદી મળ્યા પછી, દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે. સાથે જ એ બહાદુરોને પણ યાદ કરીએ જેમણે આપણી આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે. આપણે ધ્વજ લહેરાવીને, રાષ્ટ્રગીત ગાઈને, આપણી વચ્ચે લાડુ વહેંચીને અને પતંગ ઉડાડીને આઝાદીના તહેવારની ઉજવણી કરીએ છીએ. જો તમે પણ તમારા પ્રિયજનોને સ્વતંત્રતાની ઉજવણી કરવા ઈચ્છો છો, તો આ અવતરણો અને સંદેશાઓ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.