Top gujarati dishes- ગુજરાતમાં જેટલી ફરવાની જગ્યા છે તેટલો જ ગુજરાત તેમના ખાન-પાન માટે ઓળખીયો છે. એવી જ કેટલીક ખાસ પકવાનના વિશે જે વધારે છે ગુજરાતની શાન
1 . Gujarati Recipe - બજાર જેવા સૉફ્ટ સ્પંજી ગુજરાતી ખમણ રેસીપી
બનાવવાની રીત - સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ તેલને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.
વાનગી બનાવવાની રીત: સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો. હવે આ ખીરાને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી વસ્તુ મિક્સર નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.
બનાવવાની રીત - એક પ્લાસ્ટિકના બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવુ. આ મિશ્રણને ઓવનમાં 3-4 મિનિટ માટે મુકી દેવુ. બહાર કાઢીને ફરી સારી રીતે હલાવી લેવુ અને પછી 2-3 મિનિટ ઢાંકીને ફરી ઓવનમાં મુકવુ. બહાર કાઢીને ગરમા ગરમ તેલ નાખીને પીરસવું.
4. ગુજરાતનુ સ્પેશ્યલ ઊંધિયુ
સામગ્રી : આદુ મરચાનું પેસ્ટ એક ચમચી, પાપડી- 500 ગ્રામ, રતાળુ- 250 ગ્રામ, શક્કરિયા 250 ગ્રામ, લીલી તુવેર-200 ગ્રામ, બટાકા -250 ગ્રામ, લીલા ધાણા 100 ગ્રામ, લીલુ લસણ - 50 ગ્રામ, ધાણાજીરુ - બે ચમચી, ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ, મીઠુ સ્વાદ મુજબ, કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો. ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, વાટેલા તલ 50 ગ્રામ, લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 100 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો.
રીત : એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.
મુઠિયા બનાવવાની રીત - 250 ગ્રામ કણકી કોરમાની અંદર બે ચમચી દહી, ખાંડ, મીઠુ, આદુ-લસણ-લીલા મરચાનું પેસ્ટ બે ચમચી અને 200 ગ્રામ કોઈ પણ શાક છીણીને (દૂધી, કોબીજ, મેથી) કે ઝીણું સમારીને નાખી દેવુ, અને તેમાં થોડું પાણી નાખીને લોટ બાંધી લેવો. લોટ નરમ હોવો જોઈએ. આ લોટના મુઠિયા વાળી તેને વરાળમાં બાફી લેવા. અને બફાયા પછી ઠંડા કરીને કાપી લેવા.
5. ગુજરાતી રેસીપી- ભાખરી
ઘઉંનો લોટ - 2 કપ
2 ચમચી - ઘી કે તેલ
મીઠું સ્વાદપ્રમાણે
બનાવવાની રીત
- સૌ પ્રથમ લોટ માં મીઠું ઉમેરી દો, પછી તેમાં થોડું તેલ નાખો.
- આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
- થોડું થોડું પાણી નાખી લોટ બાધો. અને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખો.
- ત્યાર બાદ,12 થી 14 સમાન માપ ના લોયા બનાવો. લોયા બનાવી તેને ગોળાઈ થાય એમ વણી નાખો.
- વણી ભાખરી ને તાવી પર ઘી કે તેલ લગાવીને શેકવું. બન્ને સાઈડથી સોનેરી થાય ત્યાં સુધી શેકવું
- શેક્યા પછી તમારી ભાખરી તૈયાર છે તેને તમારી પસંદગીના કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો.
વિધિ - દાળને એક કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં અધકચરી દળો. વાસણમાં તેલ ગરમ કરી તેમા રાઈનો વધાર કરી તેમા હળદર નાખો. હવે તેમાં દાળ નાખી પાણી બધુ સુકાય જાય ત્યાં સુધી ગરમ કરો, હવે તેમાં આદુ, લસણ અને ઝીણાં સમારેલા લીલા મરચાં અને મીઠુ નાખો. વાસણને બર્નર પરથી લઈ તેમાં તજના પાન અને દાડમના દાણા તેમજ સેવ અને ઝીણા સમારેલા ધાણા અને લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરો, અને ગરમા ગરમ પીરસો.
બનાવવાની રીત - ચોખા અને બધી પ્રકારની દાળ અને ઘઉંને ભીના કપડાંથી લૂંછી નાખો, હવે આને ભેગા કરી તેનો કકરો લોટ દળો. હવે આ મિશ્રણમાં ખાટું દહીં, ગરમ પાણી, વગેરે મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી મુકો. આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, સોડિયમ બાયકાર્બોનેટ, ખાંડ, લાલ મસાલો, આદુ મરચાંનુ પેસ્ટ છીણેલી દૂધી(પાણી દબાવીને કાઢી નાખવુ)હળદર, મીઠું નાખીને મિક્સ કરો.
હવે એક ડબ્બામાં, કે હાંડવાના કૂકરમાં તેલ લગાવી આ ખીરુ પાથરો. કઢાઈમાં પાંચ છ ચમચી તેલ નાખીને તેને ગરમ કરો. તેમાં રાઈ નાખો. 1 મિનિટ પછી તલ, અજમો, મેથી અને હિંગ નાખો. થોડુ લાલ થયા પછી તેને ખીરાં પર પાથરી દો. હવે હાંડવાના કૂકરને ઢાંકીને નીચે ધીમા ગેસ પર અડધો પોણો કલાક સુધી થવા દો.
બનાવવાની રીત - ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો. ચમચાથી હલાવી લગભગ 8-9 મિનિટ સુધી મિશ્રણને રાંધો. પહેલા ગેસની વધુ આંચે ગરમ કરો અને જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને મિશ્રણમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. તમને લાગે કે મિશ્રણ બરાબર ચઢીને ઘટ્ટ થઇ ગયું છે એટલે તેને ગેસની આંચ પરથી ઉતારી લો.
હવે આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો. વધુમાં વધુ 10-15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની મદદથી 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટીમાં કાપી લો. આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો.
નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાંખો. રાઇ તતડે એટલે ઉપરથી લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર રેડો. ઉપરથી સમારેલી કોથમીર અને નારિયેળની છીણથી ગાર્નિશ કરો. આ ખાંડવી તમે કોથમીરથી ચટણી સાથે અને એકલી પણ ખાઇ શકો છો.
9. ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી : ભાખરવડી બનાવવાની રીત
Bhakarwadi in Gujarati - સામગ્રી - વરિયાળી, જીરુ, ખસખસ 2-2 ચમચી, આખા ધાણા 2 ચમચી, 2 ચમચી સૂકા નારિયેળનું છીણ,1
ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું, ખાંડ, આમચૂર પાવડર અથવા એક લીંબુનો રસ, લસણ 7 કળી, લીલા મરચા 4. વરિયાળી, જીરુ, ખસખસ, ધાણા અને તલ સેકીને અધકચરા વાટી લો. લસણ મરચાનુ પેસ્ટ બનાવો. હવે કોપરાના છીણમાં વાટેલા ખસખસ ધાણા, આદુ મરચાનુ પેસ્ટ, મરચુ મીઠુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો.
લોટ બાંધવા - ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.
બનાવવાની રીત - બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. એક વાડકીમાં ખાંડનુ પાણી બનાવો અને તેને રોટલી પર ચોપડો પછી આ રોટલી પર ભરાવનની એક પરત બનાવો. આવુ કરવાથી મસાલો ચોંટી રહેશે. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો. આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો
હવે આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો. વધુમાં વધુ 10-15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની મદદથી 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટીમાં કાપી લો. આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો.
નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાંખો. રાઇ તતડે એટલે ઉપરથી લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર રેડો. ઉપરથી સમારેલી કોથમીર અને નારિયેળની છીણથી ગાર્નિશ કરો. આ ખાંડવી તમે કોથમીરથી ચટણી સાથે અને એકલી પણ ખાઇ શકો છો.
10. ગુજરાતી ઇદડા બનાવવાની રીત
સામગ્રીઃ બે વાટકી સાદા ચોખા, એક વાટકી બાફેલા(બાફ્યા) ચોખા. એક વાટકી અડદની દાળ, બે ચમચી તેલ, અડધી ચમચી રાઇ. છાસ.
રીત - અડદની દાળ અને બંને ચોખામાં (દાળ અને ચોખા ડૂબે તેટલું) પાણી નાખી આગલી રાત્રે રાખી મુકો. સવારે તેમાંથી પાણી કાઢીને દાળ તથા ચોખાને વાટીને મિશ્રણ તૈયાર કરો. તૈયાર મિશ્રણમાં જરૂરી છાસ નાખીને તૈયાર ઢોકળાનાં ખીરાને સાત થી આઠ કલાક માટે રાખી મૂકો. બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે હલાવી લો, ઢોકળાના પાત્રમાં તેલ લગાવી તેમાં આ મિશ્રણ ને પાથરી દો. ઉપરથી તેમાં મરી પાઉડર છાંટી તેને ઢોકળીયામાં રાખીને દસ-બાર મિનિટ પકવવા દો, ચપ્પુ લગાવી ને જોઇ લો કે જુઓ ઢોકળા કાચા નથી ને? (ચપ્પુમાં ખીરૂં ચોટે તો થોડો સમય વધુ રાખો) આ ઢોકળાને મનપસંદ આકારમાં કાપી લો. બે ચમચી તેલને ગરમ કરી તેમાં રાઈ નો વઘાર નાખી તૈયાર વઘારને ઢોકળા પર નાખો. લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
દાબેલી મસાલા માટે - આખાં ધાણાં 2 ચમચી, 1 નાની ચમચી જીરું, 1 લાલ મરચું, એક ઇંચનો તજનો ટૂકડો, 2 લવિંગ, 3-4 કાળા મરી.
દાબેલી સ્ટફિંગ માટે - 4 બટાકા, 2 ટામેટા, 1 લીલું મરચું, 1 ઇંચ લાંબો આદુંનો ટૂકડો, 1 ચમચો માખણ, 1 ચમચો તેલ, અડધી નાની ચમચી જીરું, 1 ચપટી હિંગ, પા ચમચી હળદર, 3/4 નાની ચમચી ખાંડ(જો તમે ઇચ્છો તો) , 1 નાની ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું.
બનાવવાની રીત - બટાકાને બાફીને છોલી મેશ કરી દો. ટામેટા ધોઇ નાના નાના નાના કાપી લો. આદુંને પીસીને પેસ્ટ બનાવો અને લીલી મરચાં કાપી લો.
હવે સ્ટફિંગમાં મિક્સ કરવા માટે દાબેલીનો મસાલો બનાવી લઇએ છીએ.
દાબેલી મસાલો - લાલ મરચાંને છોડી અહીં દર્શાવેલો બધો મસાલો તવી પર બ્રાઉન રંગનો થાય ત્યાંસુધી શેકી લો. શેકેલા મસાલાને ગરમ કરી બારીક પીસી લો. દાબેલીનો મસાલો તૈયાર છે. આ મસાલાને દાબેલીનું સ્ટફિંગ બનાવતી વખતે તેમાં મિક્સ કરવો.
દાબેલી સ્ટફિંગ - કઢાઈમાં માખણ અને તેલ નાંખીને ગરમ કરો. ગરમ માખણમાં હિંગ અને જીરું નાંખો, જીરું થોડું સામાન્ય શેકાય એટલે આદું, લીલા મરચાં અને હળદરનો પાવડર નાંખો. સામાન્ય શેકો, કાપેલા ટામેટાં નાંખો અને ટામેટાં મેશ થાય ત્યાંસુધી સાંતળો. તેમાં બટાકા, મીઠું અને દાબેલીનો મસાલો મિક્સ કરો અને 3-4 મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી બધો મિક્સ કરેલો મસાલો ગરમ કરો. તૈયાર છે દાબેલીમાં ભરવા માટેનુંસ્ટફિંગ .
પાવના કાપેલા ભાગને ખોલો. ખુલેલા ભાગની અંદર બંને બાજુ એક તરફ મીઠી અને બીજી બાજુ નમકીન લીલ ચટણી લગાવો. હવે એક ચમચીથી વધુ દાબેલીનો મસાલો સ્ટફિંગ માટે વચ્ચે મૂકો. તેની ઉપર સીંગ દાણા, 1 ચમચી સેવ, 1 નાની ચમચી કોથમીર અને 1 નાની ચમચી દાડમના દાણાં રાખો. દાબેલીને હાથથી દબાવી બંધ કરી દો.
સ્વાદિષ્ટ દાબેલી તૈયાર છે. ગરમ-ગરમ તાજી દાબેલી પીરસો અને ખાઓ.
બનાવવાની રીત - પાપડીયા ખારને તવા પર ફુલાવી પાણીમાં નાંખો. ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું નાંખી ખારનાં પાણીથી બાંધી ખૂબ કેળવવો. ત્યારબાદ સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી. આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી. ફાફડા સાથે જાડી કઢી અને કાચા પપૈયાની ચટણી સર્વ કરો. મજા પડી જશે
ખાખરા- ગુજરાતમાં બ્રેકફાસ્ટમાં ચા ની સાથે ખાખરા ખૂબ પસંદ કરાય છે. આ ગુજરાતના ખૂબજ લોકપ્રિય સ્નેક્સ છે અને તેને જુદા જુદા ફ્લેવર્સમાં બને છે. જોવામાં આ પાતળા પાપડ જેવું હોય છે
લસણની ચટણી- આવું નથી કે ગુજરાતના લોકો માત્ર મીઠા ભોજન જ કરે છે. પછી ભલેને તેઓ દાળ અને શાકભાજીના થોડી ખાંડ ગોળ ઉપયોગ કરે છે પરંતુ રોટલી કે પરાંઠાની સાથે લસણની ચટની તેમની પ્લેટમાં જરૂર હોય છે. તે ખૂબ તીખી અને ભોજનનો સ્વાદને વધારે છે.
ગુજરાતી પાત્રા- ગુજરાતી પાત્રા વાનગી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કૉમન ડિશ છે. ગુજરાતમાં, તે પાત્રાના નામથી ઓળખાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં તે બટાટા વડી તરીકે ઓળખાય છે. તેમાં એક સાથે તમને નમકીન, મસાલેદાર અને મીઠાનો સ્વાદ મળશે.