વટાણાની કટલેસ

Webdunia
સામગ્રી - ચોખાનો લોટ 1 કપ, બાફેલા વટાણા 1/2 કપ, આમચૂર પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ. લાલમરચાંનો પાવડર 1/4 ચમચી, કોર્નફ્લોર 2 ચમચી, તેલ 1 નાની ચમચી,વરિયાળી 1/4 ચમચી, ગરમ મસાલાનો પાવડર 1/2ચમચી, ધાણા જીરું 1/2 ચમચી સમારેલાં લીલી મરચાં 3 નંગ.

બનાવવાની રીત  - તેલ ગરમ કરીને વરિયાળી, લીલા મરચાં, ઘાણાં જીરુ અને બીજા મસાલા નાખીને સેકો. કોર્નફ્લોર અને વટાણા નાખીને 5 મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દો. ચોખાના લોટને ગરમ પાણીથી ગૂંથીને 20 મિનિટ સુધી ભીના કપડાંથી ઢાંકીને રાખો. નાનકડા લૂંઆને હાથ પર મૂકીને હાથ વડે પૂરી બનાવો અને તેમા ભરાવાની સામગ્રી ભરીને હાથથી બંધ કરીને ગોળ કરો.

એક પ્લેટમાં મૂકીને પ્રેશર કૂકરની જાળીની ઉપર મૂકો અને સીટી વગર 10 મિનિટ સુધી થવા દો. લીલા ધાણા અને લાલ આમલીની મીઠી ચટણીની સાથે સર્વ કરો.

સંબંધિત સમાચાર

Next Article