આ રીતે બનાવો ચટપટી પાવ- ભાજી- Pav Bhaji

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (12:51 IST)
પાવ ભાજીનું  નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ દરેક લોકો ખૂબ પસંદ પણ કરે છે. આથી આજે અમે તમારા માટે લઈ આવ્યા છે પાવ ભાજી 
 
 
સામગ્રી- 1/2 વાટકી વટાણા , 1 સમારેલી શિમલા મરચા , 1/2 વાટકી કોબીજ , 2 ટામેટા સમારેલા , 2 સમારેલી ડુંગળી , આદું -લસણની પેસ્ટ , 1 ચમચી વાટેલી લાલ મરી , 1 મોટી ચમચી લીંબૂનો  રસ , કોથમીર મીઠું સ્વાદ પ્રમાણે , પાવ ( બ્રેડ) બટર 
 
બનાવવાની રીત - સૌથી પહેલા બટાટાને બાફીને મસળી લો. ત્યારબાદ પછી આદું- લસણનું  પેસ્ટ , પાવભાજી મસાલા સૂકા  લાલ મરી અને સમારેલા ટમેટા મિકસ કરો. અને તેલ બહાર આવતા શેકી લો. સમારેલ બધી શાકભાજી નાખો અને મીઠા મિક્સ કરી નરમ થાય ત્યાં સુધી રાંધો. બટાટા મિક્સ કરો. સારી રીતે શે કો  અને ચમચીથી બધી શાકભાજીને મિક્સ અને મેશ કરો. જરૂર પ્રમાણે પાણી નાખો અને પાંચ મિનિટ ઉકળવા દો. નીચે ઉતારીને લીબૂનો  રસ બટર અને કોથમીર મિક્સ કરો. પાવને વચ્ચેથી કાપીને બે ભાગ  કરી  લો. અને તવા પર બટર લગાવીને સેકો. ગરમ ગરમ સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article