રંગબેરંગી મિઠાઈ ખરીદવાથી પરેજ કરવુ
જે મિઠાઈઓમાં વધારે રંગ મળ્યા હોય એવી મિઠાઈઓ ખરીદવાથી બચવું. એવી મિઠાઈમાં કલરની ક્વાલિટી યોગ્ય ન હોવાના કારણે આરોગ્યથી સંકળાયેલી પરેશાની થઈ શકે છે. તેની ઓળખ કરવા માટે મિઠાઈ હાથમાં લઈને જુઓ, જો હાથ પર રંગ લાગી જાય છે તો તેને ખરીદવાથી બચવું. મિઠાઈમાં રંગ લાવવા માટે સૌથી વધારે મેટાનિક તેલો અને ટારટ્રાજાઈન મિક્સ કરવામાં આવે છે. તેનાથી કિડની ડેમેજનો ખતરો વધી જાય છે.
આ રીતે ઓળખો નકલી સિલ્વર ફાઈલ
મિઠાઈને શણગારવા તેમાં ચાંદીનો વર્ક લગાવવામાં આવે છે. પણ આજકાલ મિલાવટના કારણે લોકો મિઠાઈઓ પર નકલી સિલ્વર ફાઈલ લગાવે છે. તેને ઓળખ કરવા માટે મ્મિઠાઈનો એક ટુકડો ઉપાડો અને તેને તમારી આંગળીથી થોડો રગડવું અસલી સિલ્વર ફાઈલ થશે તો તે હટી જશે. પણ નકલી સિલ્વર ફાઈલ એલ્યુમીનિયમથી બનેલુ હોવાના કારણે વધારે જાડુ હોય છે અને સરળતાથી નિકળતો નથી.
ખરાબ મિઠાઈની આ રીતે કરવી ઓળખ
ખાવાની કોઈ પણ વસ્તુ ખરાવ થવાની ઓળખ કરવી હોય તો સૌથી પહેલા તેની ગંધ ચેક કરવી. તે સિવાય તમે મિઠાઈને ખરીદતા સમયે આ પણ ચેક કરવુ કે તેમાં કોઈ ફંગસ તો નથી લાગી રહી છે. મિઠાઈને તોડીને ચેક કરવુ કે ક્યાંક તેમાં તાર જેવુ તો નથી નિકળી રહ્યુ છે. આ બધા મિઠાઈ ખરાબ થવાના લક્ષણ છે.