Gur Ki Kheer Rasiya For Chhath Puja: આસ્થાનુ મહાપર્વ છઠ આજથી શરૂ થઈ ગયુ છે. છટના આવતા દિવસે ખરના થાય છે. જેમાં દૂધ અને ગોળની ખાસ પ્રકારની ખીર બનાવીને તૈયાર કરાય છે. આ ખીરને રસિયા કહીએ છે. જેને બનાવવા માટે આંબાની લાકડી અને માટીના ચૂલાનો પ્રયોગ કરાય છે. ઘણી વાર મહિલાઓ ફરિયાદ કરે છે કે ખરનાની આ ખીર તેનાથી સ્વાદિષ્ટ નથી બને છે. જો તમારી પણ આ ફરિયાદ છે તો આવો જાણીએ ગોળની ખીર બનાવવાની સરળ અને સાચી રીત
ખરના માટે ગોળની ખીરનો પ્રસાદ બનાવવા માટે સામગ્રી
- ચોખા 500 ગ્રામ
- ગોળ 150 ગ્રામ
- દૂધ 2 લીટર
ખરનાનુ પ્રસાદ ગોળની ખીર બનાવવાની રીત
ખરનાની પૂજામાં ચઢાવવા ખીરનુ પ્રસાદ બનાવવા માટે સૌથી પહેલા દૂધ ગર્મ કરીને તેમાં આશરે એક ગિલાસ પાણી મિક્સ કરી દો. જ્યારે આ હળવો ગરમ થાય છે ત્યારે ચોખાના પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે આ ચોખાને દૂધમાં નાખી ચોખાને ધીમા તાપે સારી રીતે રાંધવા દો.
તેમજ વચ્ચે-વચ્ચે હલાવતા ચોખાને સારી રીતે રાંધવુ. જ્યારે ચોખા સારી રીતે ચડી જાય તો ગેસ કે ચૂલાથી ઉતારીને સાઈડ પર મૂકી દો. પછી ઠંડુ થયા પછી તેમાં ગોળને તોડીને ખીરમાં નાખી દો અને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરો. તમારુ ખરનાનુ પ્રસાદ બનીને તૈયાર છે.