બનાવવાની રીત - બ્રેડને નાના નાના ટુકડામાં તોડીને એક મોટા બાઉલમાં મુકી દો અને તેમા દહી, ચોખાનો લોટ અને રવો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમા સમારેલી ડુંગળી, સમારેલા મરચા લીલા ધાણા કઢી લીમડો જીરુ હીંગ અને મીઠુ નાખીને લોટની જેમ બાંધી લો.
કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના નાના વડા તૈયાર કરો અને તેમા વચ્ચે કાણુ કરતા જાવ. તેલમા આ વડા નાખીને સોનેરી થતા સુધી તળી લો. ગરમાગરમ વડા તૈયાર છે. નારિયળની ચટણી સાથે કે તમારી કોઈ મનપસંદ ચટણી સાથે સર્વ કરો.