ગુજરાતી રેસીપી- ઘરે આ રીતે બનાવો જલેબી

બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:28 IST)
સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, 500 ગ્રામ ઘી (તળવા માટે), કેસર, ગુલાબની પાંદડીઓ, એલચી પાવડર. એક તળીયે કાણા વાળો લોટો.
રીત - મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું  ખીરું બનાવી તેને એક દિવસ રાખી મૂકો.  બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો તૈયાર છે. 
 
ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી. (ચાસણી વધારે ઘટ્ટ ન થાય તેનું ધ્‍યાન રાખવું. - ચાસણી ઘટ્ટ થાય તો તેમાં થોડું પાણી ઉમેરીને એકતારી કરવી.) 
 
કઢાઇમાં ઘી ગરમ થાય ત્‍યારે તેમાં જલેબીના ખીરાને કાણા વાળા લોટા (જલેબીના મોલ્ડ)મા ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી બહાર કાઢી ગરમ ચાસણીમાં 5-7 મીનીટ રાખવી. 
 
જલેબીને ચાસણી માંથી કાઢી તેના પર ગુલાબની પાંદડી લગાવીને ગરમા-ગરમ સર્વ કરવી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર