બનાવવાની રીત - એક વાસણમાં પનીર, માવો, અખરોટ અને ઇલાયચી નાંખી હાથથી બરાબર મિક્સ કરો. હવે તેમાં દૂધ નાંખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. એક મોટી કઢાઈમાં ધીમી આંચે પાણીની સાથે ખાંડ નાંખો અને ખાંડ ઓગળવા દો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય એટલે ગેસની આંચ વધારી દો અને તેમાં કેસર નાંખો. એક તારની ચાસણી બને ત્યાં સુધી ઉકાળો. તેને એક વાસણમાં નાંખીને અલગ રાખો.
હવે માલપુઆ બનાવવા માટે એક તવી પર ઘી ગરમ કરી એક ચમચો પનીરનું મિશ્રણ નાંખો અને ધીમી આંચે રંધાવા દો. જ્યારે તે તૈયાર થાય એટલે તેને ચાસણીમાં ડુબાડો. જ્યારે બધા પુઆ બની જાય અને ચાસણીમાં પલળી જાય એટલે તેને કાઢી દો અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.