ભાંગના પકોડાની રેસીપી - Bhaang Pakori Recipe

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2024 (18:39 IST)
ભાગના પકોડાની રેસીપી. હોળીનો તહેવાર પર ભાંગના પકોડા બનાવવાની પ્રથા ખૂબ જૂની છે. ભાંગ અને તેના પકોડા વગર આ તહેવાર અધૂરો જ લાગે છે. તેને બનાવવા ખૂબ સહેલા છે. ભાગના પકોડા બનાવવામાં મુશ્કેલીથી અડધો કલાક લાગશે.  ભાંગના પકોડા બનાવવાની સામગ્રી - જો તમે ચાહો તો તેને સહેલાઈથી ચણાના લોટમાં ભાંગ મિક્સ કરીને ડુંગળી અને બટાટાના પકોડા બનાવી શકો છો. 
 
 ભાગના પકોડાની સામગ્રી - 1 કપ ચણાનો લોટ, એક ચમચી મીઠુ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચુ, 1 ટી સ્પૂન આમચુર, 1 ટી સ્પુન ભાંગના પાનની પેસ્ટ, પકોડા માટે 125 ગ્રામ ગોલ કાપેલી ડુંગળી, 125 ગ્રામ ગોલ કાપેલા બટાકા, તળવા માટે તેલ 
 
ભાંગના પકોડા બનાવવાની વિધિ  - 
- પહેલા મિશ્રણને બનાવવા માટે બધી વસ્તુઓને મિક્સ કરો 
- ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરવા માટે થોડુ પાણી મિક્સ કરો 
- પછી તેમા ડુંગળી અને બટાકા કાપીને મિક્સ કરો. 
- સાથે જ તેમા ભાંગની પેસ્ટ પણ મિક્સ કરો. 
- કઢાહીમાં તેલ ગરમ કરો અને ધીરે ધીરે તેમા 1-1 સ્કૂપ વેજીટેબલ બૈટરને નાખો. 
- સાધારણ સોનેરી રંગ થતા સુધી તેને તળો અને પછી કાઢીને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

Next Article