હરા-ભરા કબાબ રેસીપી - Hara bhara kabab ingredients
સામગ્રી - પાલક, વટાણા, ગાજર, બટાટા, કેપ્સીકમ
લીલું મરચું, લીલા ધાણા, આદુ. લસણ
આમચૂર પાવડર, ગરમ મસાલા
લીંબુ, ચણા નો લોટ, કાજુ
હળદર, ધાણા, ગરમ મસાલો
સામગ્રી - હરા-ભરા કબાબ બનાવવા માટે સૌપ્રથમ બટાકાને બાફીને મેશ કરી લો. આ સાથે પાલકને પણ ઉકાળો. આ પછી એક પેનમાં વટાણા, ગાજર, કેપ્સિકમ અને લીલા મરચાંને સેકી લો. આ બધી વસ્તુઓને સારી રીતે મેશ કરો અથવા કકરૂ વાટી લો. હવે તેમાં ધાણા, હળદર, લાલ મરચું, ચાટ મસાલો, ગરમ મસાલો, ચણાનો લોટ, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. તેમાં થોડું સરસવનું તેલ ઉમેરીને કબાબ તૈયાર કરો. હવે કબાબ પર કોથમીર અને કાજુ ભભરાવીને બંને બાજુ સારી રીતે સેકી લો. તેને લીલી ચટણી સાથે સર્વ કરો.