OMG! કાટમાળમાંથી 88 કલાક પછી જીવતી નીકળી મહિલા

Webdunia
બુધવાર, 4 મે 2022 (15:21 IST)
મઘ્ય ચીનમાં ઢસડી પડેલી એક બિલ્ડિંગના કાટમાળમાં છેલ્લા 4 દિવસથી ફસાયેલી એક મહિલાને જીવતી કાઢવામાં આવી છે. મહિલા હોશમાં હતી અને બચાવ કાર્ય દરમિયાન કર્મચારીઓ સાથે વાત કરી રહી હતી. આ પહેલા રવિવારે બિલ્ડિંગના કાટમાળમાંથી 50 કલાક પછી એક મહિલાને જીવતી બચાવી લેવામાં આવી હતી. 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 5 દિવસ પહેલા બની હતી. હુનાન પ્રાંતની રાજધાની ચાંગશામાં શુક્રવારે બપોરે 12.24 કલાકે છ માળની ઈમારત તૂટી પડી હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 39 લોકો ગુમ થયા હતા અને 23 અન્ય લોકો ફસાયા હતા. કેટલાક લોકોને બચાવ ટીમ દ્વારા બચાવી  લેવાયા છે. આ ઈમારતના કાટમાળ નીચે હજુ પણ ડઝનબંધ લોકો ફસાયેલા છે.

સંબંધિત સમાચાર

Next Article