બર્લિનમાં બાળકો સાથે દેશભક્તિ ગીત સાંભળતા જોવા મળ્યા પીએમ મોદી, ચપટી વગાડતા જોવા મળ્યા

સોમવાર, 2 મે 2022 (15:33 IST)
પીએમ મોદી આજથી યૂરોપના પ્રવાસ પર છે, અને બર્લિન પહોંચી ચુક્યા છે.  જર્મનીની રાજઘાની બર્લિનમાં પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. તેમના સ્વાગતમાં હજારો લોકો પહોંચ્યા. તેમના ત્યા પહોંચતા જ લોકોએ મોદી મોદી, ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. લોકોએ મોદી સાથે સેલ્ફી પણ લીધી. તો બીજી બાજુ બાળકોએ પણ મોદીને મળીને ઓટોગ્રાફ લીધા અને તેમને ગિફ્ટ આપી. તો એક બાળકે પ્રધાનમંત્રીને દેશભક્તિનુ ગીત પણ સંભળાવ્યુ. 

 
ત્યા બાળકોમાં પીએમ મોદીને જોવાનો ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. એક નાનકડી બાળકીએ પીએમને પોતાની પેટિંગ ભેટ કરી જેના પર પીએમ મોદીએ પુછ્યુ કે આ પેટિંગ કેમ બનાવી તો બાળકીએ જવાબ આપ્યો તમે મારા આઈકૉન છો. મુલાકાત દરમિયાન પીએમ નાના બાળકો સાથે ગુફતગૂ કરતા જોવા મળ્યા અને તેમની સાથે મસ્તી પણ કરી. પીએમ મોદી બાળકના દેશભક્તિનુ ગીત સાંભળવા દરમિયાન ચપટીપણ વગાડતા  જોવા મળ્યા. ભરતીય મૂળના બાળકોએ પીએમ મોદીને હે જન્મભૂમિ ભારત, હૈ કર્મભૂમિ ભારત છે વંદનીય ભારત, ભારત જીવન સુમન ચઢા કર, આરાધના કરેંગે તેરી જનમ-જનમ ભર, હમ વંદના કરેંગે.. ગીત સાંભળ્યુ.
ઉલ્લેખનીય છે  કે પીએમ મોદી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસે છે. પીએમ મોદી 2 થી 4 મે દરમિયાન ત્રણ યુરોપિયન દેશો જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની મુલાકાત લેશે. આજે તેઓ બર્લિન પહોંચ્યા અને પ્રથમ વખત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા. વડા પ્રધાન આજે નવનિયુક્ત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે તેમની પ્રથમ વ્યક્તિગત બેઠક કરશે અને 6ઠ્ઠી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની સહ-અધ્યક્ષતા કરશે. તો સાંજે પીએમ મોદી બર્લિનમાં ડાયસ્પોરાને સંબોધિત કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર