Pakistan news- પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પલટી, 15ના મોત, 50 ઘાયલ

Webdunia
રવિવાર, 6 ઑગસ્ટ 2023 (16:00 IST)
Pakistan news- પાકિસ્તાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. રાવલપિંડીથી દોડતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા છે.
 
ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ દુર્ઘટના કરાચીથી લગભગ 275 કિલોમીટર દૂર નવાબશાહના સરહરી રેલ્વે સ્ટેશન પાસે થઈ હતી.આ સ્ટેશન શહઝાદપુર અને નવાબશાહની વચ્ચે આવેલું છે.
<

#TrainAccident
Train accident in Pakistan
15 dead and 50 injured after 10 coaches of #Rawalpindi
Hazara Express pic.twitter.com/dkDc5miUp0

— Gaurav Verma (@Garv_verma7) August 6, 2023
 
આ ટ્રેન અકસ્માત સહારા રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહની વચ્ચે આવેલું છે.અકસ્માતમાં ઘાયલોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે
 

સંબંધિત સમાચાર

Next Article