બ્રાઝીલ - ગોળ-ગોળ ફરીને રમકડાની જેમ ઉપરથી નીચે પડ્યુ પ્લેન, 61 લોકોએ ગુમાવ્યો જીવ... જુઓ દુર્ઘટનાનો VIDEO

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2024 (11:11 IST)
Brazil Plane crash
બ્રાઝીલમાં શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના થઈ ગઈ. આ એક ક્ષેત્રીય ટર્બોપ્રોપ પ્લેન હતુ. જે બ્રાઝીલમાં સાઓ પાઉલોની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. વિમાનમાં સવાર બધા 61 લોકોના મોત થઈ ગયા. પ્લેન દુર્ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે વિમાન દુર્ઘટના કેટલી વિભત્સ હતી. 

<

UPDATE - BRAZIL
SAN PAULO PLANE CRASH
Radar data - rapid plummet- beyond ability of control - dropping 70,000 thousand feet in 2 mins -
1 Engine at least was NOT WORKING!! I am correct on my information- I STRIVE to put out honest factual news worldwide - pic.twitter.com/kwyig5oxnK

— MəanL¡LMə ₩ (@MeanLILMeoW) August 9, 2024 >
 
ગોળ-ગોળ ફરીને નીચે પડી જાય છે પ્લેન 
વાયરલ વીડિયોમાં પ્લેન ઊંચાઈ પર ઉડતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે અચાનક તે નીચેની બાજુ સીધુ પડવા માંડે છે. પાયલોટ એકદમ પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દે છે. પ્લેન આગળ વધવાને બદલે નીચેની બાજુ ઉડતા ગોળ ગોળ ફરીને રહેવાસી વિસ્તારમાં પડી જાય છે. દુર્ઘટનાગ્રસ્ત થતા પહેલા ટર્બોપ્રોપ વિમાનમાં 61 લોકો સવાર હતા. દુર્ઘટના પછી બધા મુસાફરોના મોત થઈ ગયા. 
 
 બપોરે 1. 30 વાગે ભરી હતી ઉડાન 
 
આ ઘટનાને લઈને ક્ષેત્રીય અધિકારીઓએ જણાવ્યુ કે સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માટે રવાના થનારા પ્લેન પારાના રાજ્યના કાસ્કેવેલ પરથી બપોરે લગભગ 1.30 વાગે ઉડાન ભરી હતી.  આ પ્લેન સાઉ પાઉલોથી લગભગ 80 કિમી (50 મીલ)ઉત્તર પશ્ચિમમાં વિન્હેડો શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા. 
 
પ્લેનના પડતા જ ઉઠ્યો ધુમાડો  
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ATR-72 એરક્રાફ્ટ બેકાબૂ થઈ ગયું છે. ઘરોની નજીક ઝાડના જૂથની પાછળ પડ્યો. પ્લેન નીચે પડતાની સાથે જ ધુમાડાના વાદળો ઉગે છે અને તેમાં આગ લાગી જાય છે.
 
સ્થાનિક લોકોએ  સાંભળ્યો પ્લેન ક્રેશનો જોરદાર અવાજ 
જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારના રહેવાસી ડેનિયલ ડી લિમાએ જણાવ્યું હતું કે તેણે બારી બહાર જોતા પહેલા જોરદાર અવાજ સાંભળ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન સર્કલોમાં આગળ વધી રહ્યું હતું, પરંતુ આગળ વધી રહ્યું ન હતું. થોડી જ વારમાં પ્લેન આકાશમાંથી પડ્યું અને વિસ્ફોટ થયો.

સંબંધિત સમાચાર

Next Article