Pakistan Violence-પાકિસ્તાન હિંસામાં 8નાં મોત, ઈન્ટરનેટ બંધ

Webdunia
બુધવાર, 10 મે 2023 (19:04 IST)
Pakistan Violence- પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ પર તેમના સમર્થકોનો ગુસ્સો ભડકી ગયો છે. પાકિસ્તાન હિંસામાં 8નાં મોત, ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યુ છે.   લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તોડફોડ અને આગચંપીના અહેવાલો પણ છે. હદ ત્યારે થઈ ગઈ જ્યારે ટોળું રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં ઘૂસી ગયું. એટલું જ નહીં, લોકોએ આર્મીના કોર્પ્સ કમાન્ડરના ઘરમાં તોડફોડ કરી હતી. ઈસ્લામાબાદમાં સ્થિતિ ખૂબ જ તંગ છે, લોકોએ મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો છે અને તે વધુ ખરાબ થઈ રહ્યો છે.
 
ઈમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી ધરપકડ
અર્ધલશ્કરી દળો દ્વારા ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકરોએ ઈસ્લામાબાદમાં પ્રદર્શન કર્યું અને હંગામો મચાવ્યો. પાકિસ્તાન હિંસામાં 8નાં મોત, ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યુ છે.  આ પછી પાકિસ્તાન પોલીસે શહેરમાં પ્રતિબંધિત આદેશો લગાવી દીધા હતા. ઈમરાન ખાન ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર હતા ત્યારે અર્ધલશ્કરી દળોએ તેમની ધરપકડ કરી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article