Monsoon Health Tips- ચોમાસુ એટલે ભેજ..પાણી અને કીચડ.
આ ઋતુમાં આપણી આસપાસની દરેક વસ્તુ પર કીટાણુઓ હોય છે. તેથી આપણે ચોમાસમાં જલ્દી બીમાર પડીએ છીએ. ચોમાસામાં શરીર સાથે ખાવાપીવાની વસ્તુઓને લઈને પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.
ચોમાસામાં ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે
ઋતુમાં જઠરાગ્નિ નબળો પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં બેલેન્સ રહેતુ નથી.
સામાન્ય રીતે આપણે જ ખોરાક કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પણ ઋતુના ફેરફારના કારણે નબળો પડેલ જઠરાગ્નિ, ખોરાકને બરાબર પચાવી ના
શકવાને કારણે આમદોષ પેદા થાય છે અને તે પિત્તને ઝડપથી બગાડીને એસિડીટી, તાવ, માથાનો દુ:ખાવો, શીળસ વગેરે સમસ્યાઓ પેદા કરે છે, માટે જ, મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ સમયગાળામાં આપતાં હશે ને ?